________________
રાજપ્રશ્નીય
૩૧
નિવાસ કરતો હતો. તેણે પોતાના દિવ્ય જ્ઞાન વડે આમલકા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં સંયમ અને તપપૂર્વક વિચરણ કરતા મહાવીરને જોયા. તે અત્યંત પ્રસન્ન થયો, હર્ષોલ્લાસથી તેના કટક (કડાં), બાહુબંધ, બાજુબંધ, મુકુટ અને કુંડળ ચંચળ બની ગયાં. તે વેગપૂર્વક પોતાના સિંહાસન પરથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઊતર્યો અને તેણે પાદુકાઓ ઉતારી. ત્યારપછી એકશાટિક ઉત્તરાસંગ ધારણ કરી તીર્થંકરની અભિમુખ સાત-આઠ પગલાં ચાલ્યો. પછી ડાબો ઘૂંટણ વાળીને, જમણો ઘૂંટણ જમીન પર રાખીને, ત્રણ વખત મસ્તક જમીન પર અડાડ્યું. પછી સહેજ ઊંચા થઈ કંકણ અને બાહુબંધ વડે સ્તબ્ધ થયેલી બંને ભુજાઓને ભેગી કરી, મસ્તક ૫૨ અંજલિ રચી, અરિહંતો અને શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર કરી પોતાના આસન ૫૨ પૂર્વાભિમુખ થઈ બેસી ગયો (૧૨-૧૫).
સૂર્યાભદેવના મનમાં વિચાર આવ્યો કે—‘ભગવંતોના નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફલદાયક છે, તો પછી તેમની પાસે પહોંચી તેમની વંદના કરવી, કુશળક્ષેમ પૂછવું અને તેમની પર્યુપાસના કરવી કેમ ફળદાયક ન બને ? કોઈ આર્યપુરુષના ધાર્મિક વચનો શ્રવણ કરવાનો અવસર મળવો કેટલો દુર્લભ છે, જ્યારે તેમનો કલ્યાણકારી ઉપદેશ સાંભળવાનું સૌભાગ્ય મળે તો તો કહેવાનું જ શું ?' આમ વિચારી સૂર્યાભે મહાવીરની વંદના અને ઉપાસના માટે આમલકપ્પા જવાનો નિશ્ચય કર્યો. આભિયોગિક દેવોને બોલાવીને તેણે આદેશ આપ્યો—‘હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં પધાર્યા છે. તમે ત્યાં જઈ તેમની પ્રદક્ષિણા કરી, તેમની વંદના કરી, પોતપોતાના નામ-ગોત્ર તેમને સૂચિત કરો. ત્યારપછી મહાવીરની આજુબાજુની જમીન પર પડેલો કચરો ઉપાડી એક તરફ ફેંકી દો. પછી સુગંધી જળથી છંટકાવ કરો, પુષ્પોની વર્ષા કરો અને તે પ્રદેશને અગર અને ધૂપ વગેરેથી મહેકાવી દો (૧૬-૧૮),’
આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આજ્ઞા વિનયપૂર્વક શિરોધાર્ય કરી અને ઉત્તર-પૂર્વ દિશા તરફ ત્વરિત ગતિએ પ્રસ્થાન કર્યું. તેઓ આમલકપ્પા નગરીની બહાર આમ્રશાલવન ચૈત્યમાં આવ્યા અને મહાવીરની પ્રદક્ષિણા કરી તેમને નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો. વૈક્રિયસમુદ્દાત દ્વારા તેમણે સંવર્તક વાયુની રચના કરી અને તે દ્વારા ભગવાનની આજુબાજુની ભૂમિને સાફસૂફ કરી સ્વચ્છ બનાવી
૧. સમુદ્દાત સાત હોય છે—વેદન, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવલી. દેવોને વૈક્રિયસમુદ્દાત હોય છે. વિશેષ માટે જુઓ—પન્નવણાસૂત્રમાં સમુદ્ધાતપદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org