________________
રાજપ્રશ્નીય
૨૯ (સાવરણી) વડે અહીં સફાઈ કરવામાં આવતી. ગોશીર્ષ અને રક્તચંદન વડે પાંચ આંગળીઓના થાપા અહીં પાડેલા હતા. દ્વાર પર ચંદન-કળશ રાખ્યા હતા, તોરણો બાંધ્યાં હતાં અને પુષ્પમાળાઓ લટકી રહી હતી. આ ચૈત્ય વિવિધ રંગનાં પુષ્પો, કુંદુરુક (અગર), તુરુષ્ક (લોબાન) અને ધૂપસળીઓની સુગંધથી મહેકતું હતું. નટ, નર્તકો વગેરે અહીં પોતાનો ખેલ બતાવતા અને ભક્ત લોકો પોતાની મનોકામનાની સિદ્ધિ માટે પૂજા-અર્ચના કર્યા કરતા (૨).
આ ચૈત્ય એક વનખંડ વડે ઘેરાયેલું હતું જેમાં અનેક પ્રકારના વૃક્ષો ઉગેલાં હતાં. વૃક્ષો પત્ર, પુષ્પ અને ફળો વડે આચ્છાદિત હતાં જેના પર વિવિધ પક્ષીઓ ક્રીડા કરતા હતા. આ વૃક્ષો જાત-જાતની વેલોથી વીંટળાયેલા હતાં. અહીં રથ વગેરે વાહનો ઊભા રાખવામાં આવતાં (૩).
ચંપા નગરીમાં સેય નામે રાજા રાજય કરતો હતો. આ રાજા કુલીન, રાજલક્ષણોથી સંપન્ન, રાજ્યાભિષિક્ત, વિપુલ ભવન, શયન, આસન, યાન, વાહન, સોનું, ચાંદી, દાસ અને દાસીઓનો સ્વામી હતો તથા કોષ, કોઠાગાર અને આયુધાગારનો અધિપતિ હતો (૫).
રાજા સયની રાણી ધારિણી લક્ષણ અને વ્યંજનયુક્ત, સર્વાંગસુંદરી અને વાર્તાલાપ વગેરેમાં કુશળ હતી. રાજા અને રાણી કામ-ભોગોનું સેવન કરતાં કરતાં સુખપૂર્વક સમય પસાર કરતા હતા (૬).
એક વખતની વાત છે, મહાવીર અનેક શ્રમણો અને શ્રમણીઓથી ઘેરાઈને પ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા આમલકપ્પા નગરીમાં પધાર્યા અને નગરીની બહાર ઉત્તર-પૂર્વમાં આવેલ આમ્રશાલવન ચૈત્યમાં પૂર્વવર્ણિત વનખંડ વડે સુશોભિત અશોક વૃક્ષની નીચે, પૂર્વ તરફ મુખ કરીને એક શીલાપટ્ટ પર પર્યકાસનપૂર્વક બેસીને સંયમ અને તપમાં લીન થઈ ગયા (૭-૯).
જ્યારે મહાવીર આમલકપ્પા નગરીમાં પધાર્યા ત્યારે નગરીમાં કોલાહલ મચી ગયો અને લોકો કહેવા લાગ્યા : “હે દેવાનુપ્રિયો ! શ્રમણ ભગવાન મહાવીર ૧, ઠાણાંગ (૮.૬૨૧)માં મહાવીર વડે દીક્ષિત કરવામાં આવેલ આઠ રાજાઓમાં સેયનો પણ
ઉલ્લેખ છે. ઠાણાંગના ટીકાકાર અભયદેવ અનુસાર આ રાજા આમલકપ્પાનો સ્વામી હતો. મલયગિરિએ સેયનું સંસ્કૃત રૂપાંતર શ્વેત કરેલ છે. રાણી ધારિણીને ઉવવાઇયસૂત્રમાં રાજા કૃણિકની રાણી કહેવામાં આવેલ છે. આમલકપ્પાચંપા, આમ્રપાલવન-પૂર્ણભદ્ર અને કૂણિક-સેય વગેરેનું વર્ણન રાયપાસેણઈય અને વિવાદયમાં એકસમાન છે. ધારિણીના નામની જગ્યાએ અહીં બીજું કોઈ નામ હોવું જોઈતું હતું, સંભવ છે કે બદલવાનું રહી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org