________________
દ્વિતીય પ્રકરણ
રાજપ્રશ્નીય રાયપણાંય (રાજપ્રશ્નીય) જૈન આગમોમાં બીજું મહત્ત્વપૂર્ણ ઉપાંગ છે. તેમાં ૨૧૭ સૂત્રો છે. પહેલા ભાગમાં સૂરિયાભ દેવ મહાવીર પાસે ઉપસ્થિત થઈ નૃત્ય કરે છે અને વિવિધ નાટકો રચાવે છે. અહીં તેના વિમાન (પ્રાસાદ)નું વિસ્તૃત
૧. (અ) મલયગિરિકૃત ટીકાસહિત–ધનપત સિંહ, ઈ.સ.૧૮૮૦, કલકત્તા; આગમોદય સમિતિ,
મુંબઈ, ઈ.સ.૧૯૨૫; ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ઈ.સ.૧૯૩૮. (બ) હિંદી અનુવાદ સહિત, અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
હૈદરાબાદ, ઈ.સ.૧૯૨૦. (ઇ) ગુજરાતી અનુવાદ – પં. બેચરદાસ જીવરાજ દોશી, લાધાજી સ્વામી પુસ્તકાલય,
લીંબડી, ઈ.સ.૧૯૩૫. (ઈ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે-મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ.૧૯૬૫. (ઉ) મૂળ, જિનેન્દ્રવિજયગણિ, હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ–શાંતિપુરી,
સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૭ (ઊ) (મૂળ) રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સૈલાના,
ઈ.સ. ૧૯૮૦. (એ) હિંદી અનુવાદ સહિત–મધુકર મુનિ. છગનલાલ શાસ્ત્રી, આગમ પ્રકાશન સમિતિ,
બાવર, ઈ.સ.૧૯૮૨.
નંદીસૂત્રમાં આને રાયપસેણિય કહેવામાં આવ્યું છે. આ ઉપાંગના ટીકાકાર મલયગિરિએ રાયપાસેણીએ નામ સ્વીકાર્યું છે, જેનું સંસ્કૃત રૂપ તેઓ રાગનીયં–નાનેષ પર્વ–કરે છે. તત્ત્વાર્થવૃત્તિકાર સિદ્ધસેનગણિએ આનો રાજપ્રસેનકીય અને મુનિચન્દ્રસૂરિએ રાજપ્રસેનજિત રૂપે ઉલ્લેખ કર્યો છે. રાયપાસણયને સૂયગડનું ઉપાંગ સિદ્ધ કરતાં મલયગિરિએ લખ્યું છે કે જે ક્રિયાવાદી, અક્રિયાવાદી વગેરે પાખંડીઓના ભેદો ગણાવ્યા છે, તેમાંથી અક્રિયાવાદીઓના મતનું આલંબન લઈ રાજા પ્રદેશીએ કેશી સાથે પ્રશ્નોત્તર કરેલ છે, તેથી રાયપસણયને સૂયગડનું ઉપાંગ માનવું જોઈએ (પૃ. ૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org