SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ પપાતિક ૨૫ સાત નિહ્નવો : બહુર–આ મત અનુસાર કાર્ય ક્રિયાના અંતિમ સમયે પૂર્ણ થાય છે, ક્રિયમાણ અવસ્થામાં નહિ. આ મતનો પ્રવર્તક જમાલિ' હતો. જીવપએસિય–જીવમાં એક પણ પ્રદેશ ઓછો હોતાં તેને જીવ કહી શકાય નહિ, આથી જે એક પ્રદેશના પૂર્ણ થવાથી તેને જીવ કહેવામાં આવે છે તે એક પ્રદેશ જ જીવ છે. તિષ્યગુપ્ત આ મતના પ્રવર્તક મનાય છે. અવત્તિય–આ મત અનુસાર સમસ્ત જગત અવ્યક્ત છે અને શ્રમણ, દેવ, રાજા વગેરેમાં કોઈ ભેદ નથી. આષાઢાચાર્ય આ મતના પ્રવર્તક હોવાનું કહેવાય છે.' સામુશ્કેઇય–આ મતવાળા નરક વગેરે ભાવોને ક્ષણસ્થાયી હોવાનું માને છે. અશ્વમિત્ર આ મતના સંસ્થાપક ગણાય છે.* દોકિરિયા–આ મત અનુસાર જીવ એક જ સમયે શીત અને ઉષ્ણ બંને વેદનાઓનો અનુભવ કરે છે. ગંગાચાર્ય આ મતના પ્રવર્તક છે.” તેરાસિય–આ મતવાળા જીવ, અજીવ અને નો જીવ રૂપી ત્રિરાશિ માને છે. રોહગુપ્ત આ મતન ૧. જમાલિ મહાવીરની જયેષ્ઠ ભગિની સુદર્શનાનો પુત્ર તથા તેમની પુત્રી પ્રિયદર્શનાનો પતિ હતો. જમાલિ ખત્તિયકુંડગ્ગામનો રાજકુમાર હતો અને ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી મહાવીરની પાસે તેણે શ્રમણ-દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ આગળ જતાં ગુરુ-શિષ્યમાં મતભેદ પેદા થયો અને જમાલિએ પોતાનો સ્વતંત્ર મત સ્થાપ્યો. પ્રિયદર્શનાએ પહેલાં જમાલિનો ધર્મ સ્વીકાર્યો પરંતુ પછીથી તે મહાવીરની અનુયાયિની બની ગઈ. આ મતનું પ્રવર્તન મહાવીરની જ્ઞાનોત્પત્તિ પછી ચૌદ વર્ષ પછી તેમના જીવનકાળમાં જ થયું હતું. ૨. તિષ્યગુપ્ત ૧૪ પૂર્વોના વેત્તા આચાર્ય વસુના શિષ્ય હતા. આ મતની ઉત્પત્તિ મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી ૧૬ વર્ષ પછી તેમના જીવનકાળમાં જ થઈ હતી. ૩. મહાવીરના મોક્ષગમન પછી ૨૧૪ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૪. મહાવીરના મોક્ષગમન પછી ૨૨૦ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૫. મહાવીરના મોક્ષગમન પછી ૨૨૮ વર્ષ બાદ આ મતની ઉત્પત્તિ થઈ હતી. ૬. રોહગુપ્ત સડૂલય નામે પણ ઓળખાતા હતા. તેઓ વૈશેષિક મતના પ્રવર્તક હતા. મહાવીરના મોક્ષગમનના ૫૪૪ વર્ષ પછી આ મતની ઉત્પત્તિ થઈ હતી. કલ્પસૂત્ર (૮, પૃ. ૨૨૮ અ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy