________________
૨૦
અંગબાહ્ય આગમો સંખનાપૂર્વક કાળધર્મ પામીને તે બ્રહ્મલોકમાં ઉત્પન્ન થયો." - દેવલોકથી શ્રુત થઈને અમ્મડ પરિવ્રાજક મહાવિદેહમાં ઉત્પન્ન થયો. તેના જન્મદિવસની ખુશીમાં પહેલા દિવસે ઠિઇવડિયર (સ્થિતિપતિતા) ઉત્સવ, બીજા દિવસે ચંદ્ર-સૂર્યદર્શન અને છઠ્ઠા દિવસે જાગરિક (રાત્રિજાગરણ) ઉત્સવ ઉજવવામાં આવ્યો. ત્યારપછી અગિયારમા દિવસે સૂતક વીતી જતાં બારમા દિવસે નામકરણ કરવામાં આવ્યું અને બાળકનું દઢપ્રતિજ્ઞ નામ પાડવામાં આવ્યું. આઠ વર્ષ પૂરાં થતાં તેને શુભ તિથિ અને નક્ષત્રમાં ભણવા માટે કલાચાર્ય પાસે મોકલવામાં આવ્યો. ત્યાં તેને નીચે પ્રમાણેની બોતેર કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું–
૧ લેહ (લેખન), ૨ ગણિય (ગણિત), ૩ રૂવ (ચિત્ર બનાવવું), ૪ નટ્ટ (નૃત્ય), પ વાઇય (વાચિત્ર) ૬ સરગય (સાત સ્વરોનું જ્ઞાન) ૭ પોખરગય (મૃદંગ વગેરે વગાડવાનું જ્ઞાન) ૮ સમતાલ (ગીત વગેરેના સમતાલનું જ્ઞાન) ૯ જૂય (જુગાર), ૧૦ જણવય (એક પ્રકારનો જુગાર),
૧૧ પાસય (પાસાઓનું જ્ઞાન) ૧. અમરસૂરિનું અંબાચરિત્ર પણ જોવું જોઈએ. ૨. સ્થિતી તથ ની વા માથાં પતતા-પતા યા પુત્રનનમહાપ્રક્રિયા (ભગવતી ૧૧-૧૧
ટીકા). ૩. મહાવીરનો જન્મ થયો ત્યારે પહેલા દિવસે સ્થિતિ પતિતા, બીજા દિવસે ચન્દ્રસૂર્યદર્શન અને છઠ્ઠા
દિવસે ધર્મજાગરિકા ઉજવવાનો ઉલ્લેખ છે (કલ્પસૂત્ર ૫, પૃ. ૮૧-૮૨). નાયાધમ્મકહાઓ (૧, પૃ. ૩૬ અ)માં પહેલાં દિવસે જાતકર્મ, પછી જાગરિકા, પછી ચન્દ્ર-સૂર્યદર્શન વગેરેનો ઉલ્લેખ છે. ભગવતીસૂત્ર (૧૧-૧૧)માં પહેલા દસ દિવસ સુધી સ્થિતિપતિતા, પછી ચન્દ્રસૂર્યદર્શન, જાગરિકા, નામકરણ, પરંગામણ (ઘૂંટણિયે ચાલવું), ચંક્રમણ, જેમામણ, પિંડવર્ધન, પપ્પાવણ (પ્રજલ્પન), કર્ણવેધ, સંવત્સરપ્રતિલેખ (વરસગાંઠ), ચોલો પણ (ચૂડાકર્મ), ઉપનયન, કલાગ્રહણ વગેરેનો ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org