________________
ઓપપાતિક
૧૯ એક મોટું જંગલ આવતું હતું. પરિવ્રાજકોએ પહેલાં લીધેલું પાણી સમાપ્ત થઈ જતાં તેમને ખૂબ તરસ લાગી અને નજીકમાં કોઈ નજરે ન પડતાં તેમણે વિચાર્યું કે કોઈ જલદાતા શોધવો જોઈએ. પરંતુ ત્યાં કોઈ જલદાતા નજરે પડ્યો નહિ. તેમણે વિચાર્યું કે જો આપણે આપત્તિ સમયે વગર આપેલું જળ વાપરીશું તો તપભ્રષ્ટ થઈ જઈશું. આવી દશામાં સારું એ છે કે આપણે પોતાના ત્રિદંડ, કુંડિકા (કમંડલુ), કંચણિયા (રુદ્રાક્ષની માળા), કરોડિયા (માટીનું વાસણ), બિસિયા (આસન), છણાલય (ત્રિપાઈ), અંકુશ, કેસરિયા (સફાઈ કરવાનું વસ્ત્ર), પવિત્તિયા (અંગૂઠી), ગણેત્તિયા (હાથનું આભૂષણ), છત્રી, જોડાં, પાદુકા અને ભગવા કપડાં એકાંતમાં મૂકી, ગંગામાં પ્રવેશ કરી, રેતી પર પર્યક આસનપૂર્વક પૂર્વાભિમુખ બેસીને, સંલેખનાપૂર્વક ભોજન-પાણીનો ત્યાગ કરી, વૃક્ષની માફક નિશ્ચળ અને આકાંક્ષારહિત બની જીવનનો પરિત્યાગ કરીએ. આવો નિશ્ચય કરી અરિહંતો, શ્રમણ ભગવાન મહાવીર અને ધર્માચાર્ય અમ્મડ પરિવ્રાજકને નમસ્કાર કરી તેઓ કહેવા લાગ્યા–“પહેલાં અમે અમ્મડ પરિવ્રાજક પાસે માવજીવન સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, ધૂળ મૈથુન અને સ્થૂળ પરિગ્રહનો ત્યાગ કર્યો હતો. હવે અમે મહાવીરને સાક્ષી રાખીને સમસ્ત પ્રાણાતિપાત વગેરે પાપોનો, બધા પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ વગેરેનો, બધા પ્રકારના અશન, પાન વગેરે મનોજ્ઞ પદાર્થોનો ત્યાગ કરીએ છીએ; અમને શીત, ઉષ્ણ, ક્ષુધા, તૃષા, દેશમશક વગેરે પરીષહો બાધા ન કરો.” આમ બોલી તેઓએ સંલેખનાપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. (૩૯). અમ્મડ પરિવ્રાજક :
અમ્મડ પરિવ્રાજક કંપિલ્લપુર નગરમાં માત્ર સો ઘરમાંથી આહાર લેતો હતો અને સો ઘરમાં વાસ સ્વીકારતો હતો. તેણે છટ્ટમછઠ્ઠ તપોકર્મ વડે સૂર્ય સામે બન્ને હાથ ઊંચા રાખી આતાપનાભૂમિ પર આતાપના કરતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જળમાં પ્રવેશ કરતો નહિ, ગાડી વગેરેમાં બેસતો નહિ, ગંગાની માટી ઉપરાંત અન્ય કોઈ વસ્તુનો શરીર પર લેપ કરતો નહિ. પોતાના માટે બનાવેલું આધાકર્મ, દેશિક વગેરે ભોજન ગ્રહણ કરતો નહિ. કાંતાર-ભક્ત, દુર્મિક્ષ-ભક્ત, પ્રાપૂર્ણક-ભક્ત (અતિથિઓ માટે બનાવેલું ભોજન) તથા દુર્તિનમાં બનાવેલું ભોજન ગ્રહણ કરતો નહિ. અપધ્યાન, પ્રમાદચર્યા, હિંસાપ્રધાન અને પાપકર્મનો ઉપદેશ આપતો નહિ. તે કીચડરહિત વહેતું, ગળેલું, મગધ દેશના અર્ધા આઢક માપનું સ્વચ્છ જળ માત્ર પીવા માટે ગ્રહણ કરતો; થાળી, ચમચા ધોવા અથવા સ્નાન માટે નહિ. અહતું અને અતિ ચેત્યો છોડીને શાક્ય વગેરે કોઈ બીજા ધર્મગુરુને નમસ્કાર કરતો નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org