________________
૧૮
ભગઈ,
વિદેહ,
રાયારાય (?) રાયારામ (?) અને બલ (?).
આ પરિવ્રાજકો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ઇતિહાસ અને નિઘંટુના સાંગોપાંગ વેત્તા, ષષ્ઠિતંત્રમાં વિશારદ, ગણિત, શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત અને જ્યોતિષશાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણગ્રંથોમાં નિષ્ણાત હતા. તેઓ દાન, શૌચ અને તીર્થસ્નાનનો ઉપદેશ આપતા. તેમનું એમ કહેવું હતું કે જે પદાર્થ અશુચિ છે તે માટી વડે ધોવાથી પવિત્ર બની જાય છે અને અમે નિર્મળ આચાર તથા નિરવદ્ય વ્યવહારથી યુક્ત બની અભિષેકજળ વડે પોતાને પવિત્ર કરી સ્વર્ગ પ્રાપ્ત કરીશું. આ પરિવ્રાજકો કૂવા, તળાવ, નદી, વાવ, પુષ્કરિણી, દીર્થિકા, ગુંજાલિકા, સરોવર અને સાગરમાં પ્રવેશ કરતા નહિ; ગાડી, પાલખી વગેરેમાં બેસતા નહિ; ઘોડા, હાથી, ઊંટ, બળદ, ભેંસ કે ગધેડા પર સવાર થતા નહિ; નટ, માગધ વગેરેના ખેલ જોતા નહિ; લીલી વનસ્પતિનો લેપ અને ઉન્મૂલન વગેરે કરતા નહિ; ભક્તકથા, દેશકથા, રાજકથા અને ચોરકથા કહેતા નહિ તથા અનર્થદંડ કરતા નહિ. તેઓ લોઢું, પીતળ, તાંબુ, જસત, સીસું, ચાંદી કે સોનાના તથા અન્ય બહુમૂલ્ય પાત્રો ધારણ કરતા નહિ; માત્ર તુંબડું, લાકડું કે માટીના પાત્રો જ રાખતા. જાત-જાતના રંગબેરંગી વસ્ત્રો પહેરતા નહિ, માત્ર ભગવા વસ્ત્રો (ધાઉરત્ત) જ પહેરતા. હાર, અર્ધહાર વગેરે કીમતી આભૂષણો પહેરતા નહિ, માત્ર એક તાંબાની વીંટી પહેરતા. માળાઓ ધારણ કરતા નહિ, માત્ર એક કર્ણપૂર જ પહેરતા. અગરુ, ચંદન અને કંકુ વડે પોતાના શરીર પર લેપ કરતા નહિ, માત્ર ગંગાની માટીનો જ ઉપયોગ કરી શકતા. તેઓ કીચડ વિનાનું વહેતું, ગળેલું અથવા તો કોઈએ આપેલું, મગધ દેશના એક પ્રસ્થ` જેટલું સ્વચ્છ પાણી માત્ર પીવા માટે લેતા, થાળી, ચમચા ધોવા અથવા સ્નાન વગેરે કરવા માટે નહિ, આ પરિવ્રાજકો મરીને બ્રહ્મલોકમાં ઉત્પન્ન થતા (૩૮).
અમ્મડ પરિવ્રાજકના સાત શિષ્યો :
એક વાર અમ્મડ પરિવ્રાજકના સાત શિષ્યોએ ગ્રીષ્મ સમયે જેઠ મહિનામાં ગંગાને કિનારે કિનારે કંપિલ્લપુર નગરથી પુરિમતાલ' તરફ જવા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં ૨ અસઈ=૧ પસઈ, ૨ પસઈ-૧ સેઈયા, ૪ સેઈયા=૧ કુલઅ, ૪ કુલઅ=૧ પ્રસ્થ, ૪ પ્રસ્થ= ૧ આઢક, ૪ ઢક=૧દ્રોણ.
૧.
૨. કપિલ, ફરૂખાબાદ જિલ્લામાં, ઉત્તરપ્રદેશમાં આવેલ છે.
૩.
આ સ્થાન અયોધ્યાનું શાખાનગર હતું. (આવશ્યકનિર્યુક્તિ, ૩૪૨),
Jain Education International
અંગબાહ્ય આગમો
For Private & Personal Use Only
www.jainelibrary.org