________________
૧૪
વ્રતી અને સાધુ :
ગૌતમ—તેમની પાસે એક નાનકડો બળદ હોય છે, જેના ગળામાં કોડીઓની માળા બાંધી હોય છે. આ બળદ લોકોનો ચરણસ્પર્શ કરે છે. ભિક્ષા માગતી વખતે ગૌતમ સાધુઓ આ બળદને સાથે રાખે છે.૧
•
ગોપ્રતિક—ગોવ્રત રાખનારા. જે વખતે ગાય ગામની બહાર જાય ત્યારે આ લોકો પણ તેની સાથે સાથે જાય છે. જ્યારે તે ચરે છે ત્યારે આ બધા પણ ચરવા લાગે છે, પાણી પીવે છે તો તેઓ પણ પાણી પીવા લાગે છે, અને જ્યારે સૂવે છે ત્યારે તેઓ પણ સૂઈ જાય છે. ગાયની માફક આ સાધુઓ પણ ઘાસ-પાંદડાંનું જ ભોજન કરે છે.
ગૃહિધર્મ—તેઓ દેવ અને અતિથિ વગેરેને દાન આપી સંતુષ્ટ કરે છે અને ગૃહસ્થધર્મનું પાલન કરે છે.
ધર્મચિંતક-ધર્મશાસ્ત્રના વાચકો.
અંગબાહ્ય આગમો
3
અવિરુદ્ધ—જે દેવતા, રાજા, માતા, પિતા, પશુ વગેરેની સમાન ભાવે ભક્તિ કરે છે, જેમ કે વૈશ્યાયનપુત્ર.અે બધાનો વિનય કરવાને કારણે તેઓ વિનયવાદી તરીકે પણ ઓળખાય છે.
વિરુદ્ધ—અક્રિયાવાદીઓને વિરુદ્ધ કહે છે. પુણ્ય-પાપ, પરલોક વગેરેમાં તેઓ વિશ્વાસ કરતા નથી.
વૃદ્ધ—જેમણે વૃદ્ધાવસ્થામાં દીક્ષા ગ્રહણ કરી હોય.
શ્રાવક-ધર્મશાસ્ત્ર સાંભળનારા બ્રાહ્મણો.
૧. અંગુત્તરનિકાય (૩, પૃ. ૨૭૬)માં ગોતમક સાધુઓનો ઉલ્લેખ છે.
૨. જિઝનિકાય (૩, પૃ. ૩૮૭ વગેરે અને ટીકા) તથા લલિતવિસ્ત૨ (પૃ. ૨૪૮)માં ગોવ્રતિક સાધુઓનો ઉલ્લેખ મળે છે.
૩. અનુયોગદ્વા૨સૂત્ર (૨૦)ની ટીકામાં યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિપ્રણીત ધર્મસંહિતાઓનું ચિંતન અને તદનુસાર આચરણ કરનારાઓને ધર્મચિંતક કહેવામાં આવ્યા છે.
Jain Education International
૪. જ્યારે મહાવીર વિહાર કરતા કરતા ગોશાલક સાથે કુમ્ભગામ આવ્યા ત્યારે ત્યાં વેસાયણ પોતાના બંને હાથ ઊંચા કરીને, પ્રાણામા પ્રવ્રજ્યાપૂર્વક તપ કરી રહ્યો હતો. આ તપ અનુસાર સાધુ, રાજા, હાથી, ઘોડો, કાગડો વગેરે જે કોઈને પણ જુએ તેને નમસ્કાર કરતો (આવશ્યક નિર્યુક્તિ ૪૯૪; આવશ્યકચૂર્ણિ, પૃ. ૨૯૮). તાપ્રલિમિના મૌર્યપુત્ર તામલિએ પણ પ્રાણામા પ્રવ્રજ્યા લીધી હતી (ભગવતીસૂત્ર ૩, ૧). અંગુત્તરનિકાય (૩, પૃ. ૨૭૬)માં અવિરુદ્ધકોનો ઉલ્લેખ મળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org