________________
પપાતિક
૧ ૩ મનુષ્યોના ભવસંબંધી પ્રશ્નોના ઉત્તર આપતાં મહાવીરે અનેક વિષયોનું પ્રતિપાદન કર્યું– દંડના પ્રકારો:
લોખંડ કે લાકડાના બંધનમાં હાથ-પગ બાંધી દેવા (અંડુબદ્ધગ), લોઢાની જંજીરમાં પગ બાંધી દેવા (ણિઅલબદ્ધગ), પગમાં ભારે લાકડું બાંધી દેવું (હડિબદ્ધગ), જેલમાં નાખવું (ચારગબદ્ધગ), હાથ, પગ, કાન, નાક, હોઠ, જીભ, માથું, મુરવ (ગરદનની નસ), ઉદર અને લિંગ (કચ્છ)નો છેદ કરવો, કલેજાનું માંસ ખેંચી લેવું, આંખ, દાંત, અંડકોશ અને ગરદન ખેંચી લેવાં, શરીરના ચોખા જેવડા નાના ટૂકડા કરી દેવા, આ ટૂકડા બળજબરીથી ખવરાવવા, દોરડાથી બાંધી ખાડામાં લટકાવવું, હાથ બાંધી વૃક્ષની ડાળીએ લટકાવી દેવું, ચંદનની માફક પીસવું, લાકડાની માફક ફાડવું, શેરડીની માફક છોલવું, શૂળી પર ચડાવવું, માથાની આરપાર શૂળ પરોવી દેવી, ખારમાં ડૂબાડી દેવું, ચામડાની માફક ઉતરડી લેવું, લિંગ તોડવું, દાવાનળમાં સળગાવી દેવું અને કીચડમાં ડૂબાડી દેવું. મૃત્યુના પ્રકારો :
ભૂખ વગેરેથી પીડાઈને મરી જવું, ઈન્દ્રિયોની પરવશતાના કારણે મરી જવું, નિદાન (ઇચ્છા) કરીને મરી જવું, અંદરના ઘાથી મરી જવું, પર્વત કે વૃક્ષ પરથી પડીને અથવા નિર્જળ દેશમાં પાણી વિના મરી જવું, પાણીમાં ડૂબીને મરી જવું, વિષભક્ષણ કરીને અથવા શસ્ત્રઘાતથી મરવું, ફાંસી પર લટકી જવું, ગીધ પક્ષીઓ વડે ફાડી ખવાયું અથવા કોઈ જંગલમાં પ્રાણત્યાગ કરવો (૩૮). વિધવા સ્ત્રીઓ :
જેમના પતિ મરી ગયા હોય, જે બાળવિધવા બની ગઈ હોય, જેનો ત્યાગ કરવામાં આવ્યો હોય, માતા-પિતા-ભાઈ-પિતૃગૃહ અને શ્વસુર દ્વારા રક્ષિત હોય, પુષ્પગંધમાલા-અલંકાર વગેરેનો ત્યાગ કર્યો હોય, સ્નાનના અભાવે જે શુદ્ધ અને સ્વચ્છ ન રહેતી હોય, દૂધ-દહીં-માખણ-તેલ-ગોળ-મીઠું-મધ-મદ્ય-માંસનો જેમણે ત્યાગ કર્યો હોય તથા જેમની ઇચ્છાઓ, આરંભ અને પરિગ્રહ ઓછા થઈ ગયા હોય (૩૮).
૧. દંડના પ્રકારો વગેરે માટે પ્રશ્નવ્યાકરણસૂત્ર (૧૨, પૃ. ૫૦ અ વગેરે) પણ જોવું જોઈએ. ૨. ટીકાકારે આનો અર્થ કર્યો છે– રોમણિ યદ્યપિ સ્ત્રી ન મન્ત તથા વાત્પર
વિજ્યપતિ તપ્રદામ્ ! (પૃ. ૧૬૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org