________________
અંગબાહ્ય આગમો કંચુકી અને મહત્તર વગેરે વડે ઘેરાઈ અંતઃપુરમાંથી બહાર નીકળી અને પાનોમાં બેસી ભગવાનના દર્શન માટે ચાલી. પૂર્ણભદ્ર ચૈત્યમાં પહોંચીને તે યાનોમાંથી નીચે ઉતરી અને પાંચ અભિગમપૂર્વક મહાવીરની પ્રદક્ષિણા કરી, તેમને નમસ્કાર કરી, કૃણિક રાજાની પાછળ, પરિવારસહિત ઊભી રહી ભગવાનની ઉપાસના કરવા લાગી (૩૩).
મહાવીર મેઘસમાન ગંભીર ધ્વનિ વડે અર્ધમાગધી ભાષામાં મોટી સભામાં ઉપસ્થિત જનસમૂહને ધર્મોપદેશ આપવા લાગ્યા. તેમણે નિર્ચથ-પ્રવચનનું પ્રતિપાદન કરતાં અગાર અને અનગાર ધર્મનો ઉપદેશ આપ્યો (૩૪).
ધર્મોપદેશ સાંભળીને પરિષદના સભાસદોએ ત્રણ વાર પ્રદક્ષિણા કરી ભગવાનનું અભિવાદન કર્યું. કેટલાકે અગાર ધર્મનો ત્યાગ કરી અનગાર ધર્મ ધારણ કર્યો અને કેટલાકે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત ગ્રહણ કરીને ગૃહસ્થ ધર્મ સ્વીકાર કર્યો. જનસમુદાય મહાવીરના ઉપદેશની પ્રશંસા કરવા લાગ્યા–“ભંતે ! નિગ્રંથ-પ્રવચનનું આપે સુંદર વ્યાખ્યાન કર્યું, સુંદર પ્રતિપાદન કર્યું. આપે ઉપશમ, વિવેક, વૈરાગ્ય અને પાપોના ત્યાગનું પ્રરૂપણ કર્યું. અન્ય કોઈ શ્રમણ-બ્રાહ્મણ આવા ધર્મનું પ્રતિપાદન કરતા નથી.' રાજા કૃણિક અને સુભદ્રા વગેરે રાણીઓએ પણ ભગવાનના ધર્મોપદેશના વખાણ કર્યા (૩૫-૩૭).
તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જયેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ નામે ગણધર મહાવીરની પાસે જ ધ્યાનમાં સંલગ્ન થઈ ઘોર તપ કરી રહ્યા હતા. તપ કરતાં કરતાં તેમના મનમાં કેટલીક શંકાઓ ઉત્પન્ન થઈ અને ભગવાન પાસે ઉપસ્થિત થઈ તેમણે જીવ અને કર્મબંધ વિષયક અનેક પ્રશ્નો કર્યા (૩૮).
ઈસાન (?) દેશની રહેનારી, ધોકિન (?) અથવા વાડણ દેશની રહેનારી, લાસક દેશની રહેનારી, લઉસ (?) દેશની રહેનારી, સિંહલની રહે તેરી, દ્રવિડની રહેનારી, અરબની રહેનારી, પુલિંદની રહેનારી, પક્કણની રહેનારી, મુરું ની રહેનારી, શબરી અને પારસની રહેનારી. વાત્સ્યાયનના કામસૂત્રમાં કંચુકીયા અને મહત્તરિકાનો ઉલ્લેખ છે. તેમના દ્વારા અંતઃપુરની રાણીઓ રાજા પાસે સંદેશ મોકલતી. જુઓ-જગદીશ ચન્દ્ર જૈન, જૈન સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૫૪-૫૫. ઈન્દ્રભૂતિ મહાવીરના પ્રથમ ગણધર હતા. બાકીના ગણધરોના નામ છે–અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, પંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org