________________
૧
૧
પપાતિક ઊભા રહ્યા. તેમની પાછળ અનેક દંડી, મુંડી, શિખંડી (શિખાધારી), જટી (જટાધારી), પિંછીવાળા, વિદૂષક, ચાટુકાર, ભાંડ વગેરે હસતા-બોલતા અને ગાતા-નાચતા તથા જય-જયકાર કરતા હતા. ત્યારપછી ઘોડા, હાથી અને રથ હતા અને તેમની પાછળ અસિ, શક્તિ (સાંગ), ભાલા, તોમર, શૂલ, લકુટ, ભિડિપાલ (લાંબા ભાલા) અને ધનુષ્ય વડે સજ્જ પાયદળ સૈનિકો ઊભા હતા. કૂણિક રાજાનું વક્ષસ્થળ હાર વડે, મુખ કુંડળ વડે અને મસ્તક મુકુટ વડે શોભી રહ્યું હતું. તેના મસ્તક પર છત્ર શોભતું હતું અને ચામર ઢળી રહ્યાં હતાં. આ રીતે ખૂબ ઠાઠમાઠ સાથે કૂણિકે હાથી પર સવાર થઈ પૂર્ણભદ્ર ચૈત્ય તરફ પ્રસ્થાન કર્યું. તેની આગળ મોટા ઘોડા અને ઘોડેસવારો, બંને બાજુ હાથીઓ અને હાથીસવારો તથા પાછળ પાછળ રથો ચાલી રહ્યા હતા. શંખ, પણવા (નાનો ઢોલ), પટણ, ભેરી, ઝાલર, ખરમુહી (ઝાંઝ), હુડુક્કી, મુરજ, મૃદંગ અને દુંદુભિના નાદથી આકાશ ગાજી રહ્યું હતું (૩૧).
જયારે રાજા કૂણિક હાથી પર સવાર થઈ નગરમાંથી પસાર થયો ત્યારે માર્ગમાં અનેક દ્રવ્યાર્થી, કામાર્થી, ભોગાર્થી, ભાંડ, કારોડિક (તાંબુલવાહક–ટીકા), લાભાર્થી, રાજકરથી પીડાયેલા, શંખવાદક, કુંભકાર, તેલી, કૃષક (ગંગલિયા), ચાટુકાર, ભાટ તથા છાત્ર (ખંડિયગણ) વગેરે પ્રિય અને મનોજ્ઞ વચનો દ્વારા રાજાને વધામણી આપી રહ્યા હતા–આપ અજેયને જીતો, જીતેલાઓનું પાલન કરો, પરમ આયુષ્યમાન બનો, સમસ્ત રાજ્યની સુખપૂર્વક રક્ષા કરો અને વિપુલ ભોગોનો ઉપભોગ કરતા કરતા સમયયાપન કરો. આ રીતે અનેક નરનારીઓ વડે જેની સ્તુતિ અને અભિવાદન કરવામાં આવતું હતું તેવો રાજા કૃણિક પૂર્ણભદ્ર ચૈત્ય પહોંચ્યો. દૂરથી મહાવીરને જોઈને તે પોતાના હાથી પરથી નીચે ઉતર્યો, તેણે પોતાના રાજચિહ્નો દૂર કર્યા અને તેમની પાસે પહોંચી પાંચ અભિગમ પૂર્વક ત્રણ વાર પ્રદક્ષિણા કરી, નમસ્કાર કર્યા અને પોતાના હાથ-પગ સંકોચીને ધર્મશ્રવણ માટે બેસી ગયો (૩૨),
સુભદ્રા વગેરે રાણીઓ પણ સ્નાન વગેરે કરી સર્વાલંકારવિભૂષિત બની દેશવિદેશની અનેક કુશળ દાસીઓ તથા વર્ષધર (અંતઃપુરનું રક્ષણ કરનારા નપુંસકો), ૧. નન્નાવર્તાવિતસુવમિત્રો વિશેષા –જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ-ટીકા, પૃ. ૧૪૨. ૨. સચિત્ત દ્રવ્યનો ત્યાગ, અચિત્તનું ગ્રહણ, એકશાટિક ઉત્તરાસંગ ધારણ, ભગવાનના દર્શન થતાં
હાથ જોડી અભિવાદન તથા મનની એકાગ્રતા. ૩. કુન્ના, ચિલાત (કિરાત) દેશની રહેનારી, ઠીંગણી, વડભી (મોટા પેટવાળી), બર્બર દેશની
રહેનારી, બઉસ (?) દેશની રહેનારી, યવન દેશની રહેનારી, પદ્વવ દેશની રહેનારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org