________________
૧૦
અંગબાહ્ય આગમો આજ્ઞા મળતાં યાનશાળાના અધિકારીએ યાનશાળામાં જઈ યાનોનું નિરીક્ષણ કર્યું, તેમની સાફસૂફી કરી બહાર કાઢ્યાં અને તેમની ઉપરના કપડાં દૂર કરી ગમન માટે સજજ કર્યા. ત્યારપછી તે વાહનશાળામાં ગયો, બળદો બહાર કાઢીને તેમને હાથ વડે પસવાર્યા, તેમને વસ્ત્રો વડે આચ્છાદિત કર્યા અને અલંકારો પહેરાવ્યાં. ત્યારપછી બળદોને યાનમાં જોડ્યા, ગાડીવાનોના હાથમાં આર (પઓઇલઢિ–પ્રતોદયષ્ટિ) આપી અને વાનોને માર્ગ ઉપર લાવી ઊભા રાખ્યા. સેનાપતિએ નગરરક્ષકોને બોલાવી તેમને નગરમાં છંટકાવ વગેરે કરવાનો આદેશ આપ્યો. બધી તૈયારી થઈ ગઈ એટલે સેનાપતિએ રાજા કૃણિક પાસે પહોંચી સવિનય નિવેદન કર્યું કે મહારાજ ગમન માટે તૈયાર થઈ જાય (૩૦).
આ સાંભળી રાજા કૃણિકે વ્યાયામશાળામાં પ્રવેશ કર્યો. ત્યાં કુસ્તી વગેરે વિવિધ વ્યાયામ કરીને થાકી ગયા પછી તેણે શતપાક, સહસ્રપાક વગેરે સુગંધિત અને પુષ્ટિકારક તેલ દ્વારા કુશળ તૈલર્દિકો પાસે શરીરની માલિશ કરાવી અને થોડી વાર પછી થાક દૂર થઈ જતાં તે વ્યાયામશાળામાંથી નીકળ્યો. ત્યારપછી તે સ્નાનાગારમાં ગયો. ત્યાં મણિમુક્તા જડેલ સ્નાનમંડપમાં પ્રવેશ કર્યો અને રત્નજડિત જ્ઞાનપીઠ પર બેસી સુગંધી જળ દ્વારા વિધિપૂર્વક સ્નાન કર્યું. પછી રૂંછાદાર મુલાયમ ટુવાલથી પોતાનું શરીર લૂછીને ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો, બહુમૂલ્ય નવાં વસ્ત્રો ધારણ કર્યા, સુગંધી માળા પહેરી, ગળામાં હાર, બાહુઓમાં બાહુબંધ, આંગળીઓમાં વીંટીઓ, બંને કાનમાં કુંડળ, મસ્તક પર મુકુટ અને બંને હાથમાં વીરવલય ધારણ કર્યા. તેનાં મસ્તક પર છત્ર ધરવામાં આવ્યું, ચામર વીંઝવામાં આવ્યાં અને એ રીતે જય જય શબ્દપૂર્વક રાજા સ્નાનાગારમાંથી બહાર નીકળ્યો. ત્યારપછી કૂણિક અનેક ગણનાયકો, દંડનાયકો, માંડલિકો, રાજાઓ, યુવરાજો, કોટવાળો, સીમા પ્રાંતના રાજાઓ, પરિવારના સ્વામીઓ, ઇભ્યો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો અને સંધિરક્ષકો સાથે બહારની ઉપસ્થાનશાળા (જનસભા)માં આવીને હાથી પર સવાર થયો. સહુથી આગળ આઠ મંગળ દ્રવ્યો', પછી પૂર્ણકળશ, છત્ર, પતાકા અને ચામરસહિત વૈજયંતી સજ્જ કરાયાં. ત્યારપછી દંડ, છત્ર, સિંહાસન, પાદપીઠ અને પાદુકા ઉપાડનારા અનેક કિંકરો તથા કર્મકારો ઊભા રહ્યા. તેમની પાછળ લાઠી, ભાલા, ધનુષ્ય, ચામર, પાશ, પુસ્તક, ફલક (ઢાલ), આસન, વીણા, કુતુપ (તલપાત્ર) અને પાનદાન (હડપ્પો ઉપાડનારા
સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાન ક (ાવઃ પુરુષારૂઢપુરુષ ત્ય; સ્વસ્તિપંમિત્ય, પ્રસિવિશેષ રૂત્ય), ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ. મથુરાની કળામાં આઠમાંગલિક ચિહ્નો અંકિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org