________________
ઔપપાતિક જુદાં જુદાં ઉપાંગો માનવામાં આવ્યાં છે. ભગવતીસૂત્ર કાળક્રમની દષ્ટિએ ઉપાંગોની અપેક્ષાએ પ્રાચીન છે, છતાં તેમાં કોઈ વિષયને વિસ્તારથી જાણવા માટે ઉવવાય, રાયપાસેણદય, જીવાભિગમ, પન્નવણા વગેરે ઉપાંગોનો નામોલ્લેખ કરવામાં આવ્યો છે. સૂયગડંગ અને અણુત્તરવવાઇયદસાઓ નામક અંગોમાં ઉવવાઇય ઉપાંગનો ઉલ્લેખ મળે છે. તે ઉપરાંત દિક્ટિવાય, દોઝિદ્ધિદસા તથા નંદિસૂત્રની ટીકામાં ઉલ્લિખિત કાલિક અને ઉત્કાલિક અંતર્ગત દીવસાગરપન્નત્તિ, અંગચૂલિકા, કપ્પાકપ્રિય, વિજ્જાચરણ, મહાપણવણા વગેરે અનેક આગમગ્રંથો કાળના પ્રભાવથી નાશ પામ્યા છે. આગમગ્રંથોની નામાવલિ અને સંખ્યામાં મતભેદ હોવાનું કારણ આગમોની આ જ વિશૃંખલતા છે, જેનાથી જૈન આગમોની અનેક પરંપરાઓ કાળના ગર્ભમાં વિલીન થઈ ગઈ.' આવી હાલતમાં જે કંઈ બચ્યું છે તેનાથી જ સંતોષ માનવો પડે છે. બાર ઉપાંગોના નિમ્નલિખિત પરિચય દ્વારા તેમના મહત્ત્વનું અનુમાન કરી શકાય છે. પ્રથમ ઉપાંગ :
ઉવવાઈય-પપાતિક જૈન આગમોનું પહેલું ઉપાંગ છે. તેમાં ૪૩ સૂત્રો છે. ગ્રંથનો પ્રારંભ ચંપા નગરી (આધુનિક ચંપાનાલા, ભાગલપુરથી લગભગ ૩ માઇલ દૂર)ના વર્ણનથી થાય છે.
૧. જુઓ–-જગદીશચન્દ્ર જૈન, જૈન આગમ સાહિત્ય મેં ભારતીય સમાજ, પૃ. ૩૨-૩૪, ૩૬ . ૨. (અ) અભયદેવકૃત સંસ્કૃત વૃત્તિ અને અમૃતચન્દ્ર કૃત હિન્દી બાલાવબોધ સહિતબાબૂ
ધનપતસિહ, મુર્શિદાબાદ, ૧૮૮૦. (આ) પ્રસ્તાવના વગેરે સાથે-૬, Leumann, Leipzig, 1883. (ઇ) અભયદેવકૃત સંસ્કૃત વૃત્તિ સહિત–આગમોદય સમિતિ, ઈ.સ. ૧૯૧૬ . (ઈ) હિન્દી અનુવાદ સહિત-અમોલક ઋષિ, લાલા સુખદેવ સહાય જવાલા પ્રસાદ,
હૈદરાબાદ, ૧૯૨૦. (૬) (મૂળ) એન. જી. શુબિંગ (ઉ) (મૂળ) છોટેલાલ યતિ, જીવન કાર્યાલય, અજમેર, ૧૯૩૬. (એ) સંસ્કૃત વૃત્તિ સહિત, પં. દયાનંદ વિમલ ગ્રંથમાલા, ૧૯૩૮. (એ) સંસ્કૃત વ્યાખ્યા અને તેના હિંદી-ગુજરાતી અનુવાદ સાથે, મુનિ ઘાસીલાલ, જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ૧૯૫૯. (ઓ) ઉમેશચન્દ્ર જી કૃત હિન્દી અનુવાદ સહિત, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ
રક્ષક સંઘ, સૈલાના, ૧૯૬૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org