________________
દ્વિતીય પ્રકરણ
અનુયોગદ્વાર
અનુયોગનો અર્થ છે વ્યાખ્યાન અથવા વિવેચન. અનુયોગ, ભાષ્ય, વિભાષા, વાર્તિક વગેરે એકાર્થક છે. અનુયોગદ્વાર સૂત્ર'માં આવશ્યક સૂત્રનું વ્યાખ્યાન છે. પ્રસંગોપાત્ત એમાં જૈન પરંપરાના કેટલાક મૂળભૂત વિષયોનું પણ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. તે માટે સૂત્રકારે નિક્ષેપ-પદ્ધતિનો વિશેષ ઉપયોગ કર્યો છે. વિભિન્ન દ્વારો અર્થાત્ ષ્ટિઓથી કોઈ વસ્તુનું વિશ્લેષણ કરવાનું નામ નિક્ષેપ છે. આચાર્ય ભદ્રબાહુકૃત આગમિક નિયુક્તિઓ પણ આ શૈલીમાં છે.
પ્રસ્તુત સૂત્રમાં નિમ્ન વિષયોનો સમાવેશ છે : આવશ્યક, શ્રુત, સ્કંધ અને અધ્યયનના વિવિધ નિક્ષેપો, અનુયોગના ઉપક્રમાદિચાર દ્વારો, તેમનું વિવરણ તથા
૧. (અ) સં. પુણ્યવિજય, મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સં. જિનેન્દ્રવિજય ગણિ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર, ઈ.સ. ૧૯૭૬, રતનલાલ દોશી, અ. ભા. શ્વે. સ્થા. જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ઈ.સ. ૧૯૮૦. (આ)અમોલકઋષિ કૃત હિન્દી અનુવાદસહિત – સુખદેવસહાય જ્વાલાપ્રસાદ જૌહરી, હૈદરાબાદ, વી.સં. ૨૪૪૬,
(ઇ) ઉપાધ્યાય આત્મારામકૃત હિન્દી અનુવાદસહિત-શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન કૉન્ફરેન્સ, મુંબઈ (પૂર્વાર્ધ); મુરારીલાલ ચરણદાસ જૈન, પટિયાલા, ઈ.સ. ૧૯૩૧ (ઉત્તરાર્ધ). (ઈ) અંગ્રેજી અનુવાદ લાઇકેન હનાકી, પ્રાકૃત જૈનશાસ્ત્ર તથા અહિંસા શોધસંસ્થાન, વૈશાલી, ઈ.સ. ૧૯૭૦.
(ઉ) વૃત્તિ તથા હિંદી અનુવાદ સહિત-ધાસીલાલજી, જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૭-૬૮.
(ઊ) મલધારી હેમચંદ્રકૃત વૃત્તિસહિત – રાયબહાદુર ધનપતસિંહ, કલકત્તા, ઈ.સ. ૧૮૮૦; દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર, મુંબઈ, ઈ.સ. ૧૯૧૫-૧૬; આગમોદય સમિતિ, મુંબઈ, ઈ.સ. ૧૯૨૪; કેસરબાઈ જ્ઞાનમંદિર, પાટણ, ઈ.સ. ૧૯૩૯. (એ) હિરભદ્રકૃત વૃત્તિસહિત – ઋષભદેવજી કેસરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામ, ઈ.સ.
૧૯૨૮.
(ઐ) ગુજરાતી સાર
દેવવિજયજી, આત્માનંદ જૈન સભા, ભાવનગર.
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org