________________
અનુયોગદ્વાર
૨૬ ૧ ઉપક્રમનો અધિકાર, આનુપૂર્વીનો અધિકાર, સમવતારનો અધિકાર વગેરે, અનુગમનો અધિકાર, નામના દસ ભેદ, ઔદયિક વગેરે છ ભાવ, સમસ્વર, અષ્ટવિભક્તિ, નવરસ વગેરેનું સ્વરૂપ, પ્રમાણ, અંગુલ, પલ્યોપમ વગેરેનું વર્ણન, પાંચ પ્રકારના શરીર, ગર્ભજ મનુષ્યોની સંખ્યા, સમયનું સ્વરૂપ, સંખેય, અસંખ્યય અને અનન્તના ભેદ-પ્રભેદ, શ્રમણનું સ્વરૂપ તથા તેના માટે વિવિધ ઉપમાઓ, નિર્યુક્તિ-અનુગમના ત્રણ ભેદ, સામાયિકવિષયક પ્રશ્નોત્તર વગેરે. સૂત્રનું ગ્રંથમાન લગભગ ૨૦૦૦ શ્લોકપ્રમાણ છે. ગદ્યનિબદ્ધ પ્રસ્તુત સૂત્રમાં અહીં તહીં કેટલીક ગાથાઓ પણ છે. આવશ્યકાનુયોગ :
ગ્રંથના પ્રારંભમા આચાર્યે આભિનિબોધિક વગેરે પાંચ પ્રકારના જ્ઞાનનો નિર્દેશ કરતાં શ્રુતજ્ઞાનનું વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રુતજ્ઞાનનો ઉદેશ, સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગ હોય છે, જ્યારે અન્ય જ્ઞાનોનો નથી હોતો. ઉદેશાદિ અંગપ્રવિષ્ટ તથા અંગબાહ્ય બંને પ્રકારના સૂત્રોના હોય છે. આ જ વાત કાલિક અને ઉત્કાલિક બંને પ્રકારના અંગબાહ્ય સૂત્રોના વિષયમાં પણ છે. જો ઉત્કાલિક સૂત્રોના ઉદ્દેશાદિ છે તો શું આવશ્યક સૂત્રમાં પણ ઉદ્દેશાદિ છે ? અન્ય સૂત્રોની માફક આવશ્યક સૂત્રના પણ ઉદેશાદિ હોય છે. આટલી સંક્ષિપ્ત ભૂમિકા બાદ સૂત્રકાર આવશ્યકનો અનુયોગ – વ્યાખ્યાન પ્રારંભ કરે છે. | સર્વપ્રથમ આચાર્ય આ પ્રશ્નનું સમાધાન કરે છે કે આવશ્યક એક અંગરૂપ છે અથવા અનેક અંગરૂપ, એક શ્રુતસ્કંધરૂપ છે અથવા અનેક શ્રુતસ્કંધરૂપ, એક અધ્યયનરૂપ છે અથવા અનેક અધ્યયનરૂપ, એક ઉદ્દેશરૂપ છે અથવા અનેક ઉદેશરૂપ ? આવશ્યક ન એક અંગરૂપ છે, ન અનેક અંગરૂપ. તે એક શ્રુતસ્કંધરૂપ છે, અનેક શ્રુતસ્કંધરૂપ નથી. તે એક અધ્યયનરૂપ ન હોતાં અનેક અધ્યયનરૂપ છે. તેમાં ન એક ઉદેશ છે, ન અનેક. આવશ્યક-શ્રુત-સ્કન્ધાધ્યયનનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવા માટે આવશ્યક, શ્રુત, સ્કન્ધ અને અધ્યયન – આ ચારેયનો પૃથકુપૃથકુ નિક્ષેપ કરવો આવશ્યક છે.
આવશ્યકનો નિક્ષેપ ચાર પ્રકારનો છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ.
૧. ઉદેશ અર્થાત્ ભણવાની આજ્ઞા, સમુદેશ અર્થાત્ ભણેલાનું સ્થિરીકરણ, અનુજ્ઞા અર્થાત્ બીજાને
ભણાવવાની આજ્ઞા, અનુયોગ અર્થાત વિસ્તારથી વ્યાખ્યાન. ૨. સૂ. ૧-૫. 3. સૂ. ૬ .
અં. આ. -૧૯ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org