________________
તૃતીય પ્રકરણ
વ્યવહાર
બૃહત્કલ્પ અને વ્યવહાર એક બીજાનાં પૂરક છે. બૃહત્કલ્પની માફક વ્યવહાર પણ ગદ્યમાં જ છે. તેમાં દસ ઉદ્દેશ છે અને લગભગ ૩૦૦ સૂત્રો છે. પ્રથમ ઉદ્દેશમાં નિષ્કપટ અને સકપટ આલોચક, એકલવિહારી સાધુ વગેરે સંબંધી પ્રાયશ્ચિત્તો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. દ્વિતીય ઉદેશમાં સમાન સમાચારીવાળા દોષી સાધુઓ સંબંધી પ્રાયશ્ચિત્ત, સદોષ, રોગી વગેરેની વૈયાવૃત્ત્વ સેવા, અનવસ્થિત વગેરેની પુનઃસંયમમાં સ્થાપના, ગચ્છ ત્યજીને ફરી ગચ્છમાં સમ્મિલિત થનારાઓની પરીક્ષા અને પ્રાયશ્ચિત્તદાન, સાધુઓનો પારસ્પરિક વ્યવહાર વગેરે વિષયો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તૃતીય ઉદ્દેશમાં નીચેની વાતો પર વિચાર કરવામાં આવ્યો છે ઃ ગચ્છાધિપતિ થનારા સાધુની યોગ્યતા, પદવીધારીઓનો આચાર, તરુણ સાધઉનો આચાર, ગચ્છમાં રહીને અથવા ગચ્છ છોડીને અનાચારનું સેવન કરનારાઓ માટે પ્રાયશ્ચિત્ત, મૃષાવાદીને પદવી આપવાનો નિષેધ, ચતુર્થ ઉદ્દેશમાં નીચેના વિષયોનો સમાવેશ છે : આચાર્ય વગેરે પદવીધારીઓનો પરિવાર, આચાર્ય વગેરેની સાથે વિહારમાં રહેનારો પરિવાર, આચાર્ય વગેરેનું અવસાન અને સાધુઓનું કર્તવ્ય, યુવાચાર્યની સ્થાપના, જ્ઞાનાદિ નિમિત્તે અન્ય ગચ્છમાં જવું વગેરે. પંચમ ઉદ્દેશમાં સાધ્વીઓના આચાર, સાધુ-સાધ્વીનો પારસ્પરિક વ્યવહાર,
૧.(અ) સં. જિનેન્દ્રર્માણ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ, શાંતિપુરી, સૌરાષ્ટ્ર,ઈ.સ. ૧૯૭૭; રતનલાલ દોશી, અખિલ ભારતીય સાધુમાર્ગી જૈન સંસ્કૃતિરક્ષક સંઘ, સૈલાના, ૧૯૮૦.
(આ) મુ. કનૈયાલાલ આગમ, અનુયોગ પ્રકાશન, સાંડેરાવ (પાલિ), ઇ.સ.૧૯૮૦. (ઇ) ગુજરાતી અનુવાદ સહિત - જીવરાજ ઘેલાભાઈ દોશી, અમદાવાદ, ઈ.સ. ૧૯૨૫. નિર્યુક્તિ, ભાષ્ય તથા મલયગિરિ વિરચિત વિવરણ યુક્ત કેશવલાલ પ્રેમચંદ, અમદાવાદ, વિ. સં. ૧૯૮૨-૮૫.
(ઇ)
(6)
સંસ્કૃત વૃત્તિ સહિત- ઘાસીલાલ, અ. ભા. શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્વાર સમિતિ, રાજકોટ, ઈ.સ. ૧૯૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org