________________
૨૦૯
વ્યવહાર આચાર્યાદિની પ્રાયશ્ચિત્ત પ્રદાન કરવાની યોગ્યતા, સાધુ-સાધ્વીની પારસ્પરિક વૈયાવૃત્ય વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. છઠ્ઠા ઉદેશમાં નીચેની વાતોનો વિચાર કરવામાં આવ્યો છે : સાધુઓએ સંબંધીઓના ઘેર કેવી રીતે જવું જોઈએ, આચાર્ય-ઉપાધ્યાય વગેરેના કયા અતિશયો છે, શિક્ષિત અને અશિક્ષિત સાધુઓમાં શું વિશેષતા છે, ખુલ્લા અને ઢાંકેલા સ્થાનમાં રહેવાની શું વિધિ છે, મૈથુનેચ્છા માટે શું પ્રાયશ્ચિત્ત છે, અન્ય ગચ્છમાંથી આવનાર સાધુ-સાધ્વીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ વગેરે. સાતમા ઉદેશમાં નીચેના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે : સંભોગી (પરસ્પર આહાર-વિહારનો સંબંધ રાખનારા) સાધુ-સાધ્વીનો પરસ્પર વ્યવહાર, સાધુ-સાધ્વીની દીક્ષા, સાધુ-સાધ્વીના આચારની ભિન્નતા, સાધુ-સાધ્વીને પદવી પ્રદાન કરવાનો યોગ્ય કાળ, રાજ્યવ્યવસ્થામાં પરિવર્તન થાય ત્યારે સાધુઓનું કર્તવ્ય ઇત્યાદિ. આઠમા ઉદેશમાં શયાસંસ્મારક વગેરે વિવિધ ઉપકરણો ગ્રહણ કરવાની વિધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નવમા ઉદેશમાં શઠાચર-સાગારિક (મકાનમાલિક)ના અતિથિ વગેરેના આહાર સંબંધી વિધિવિશેષનો વિચાર કરતાં ભિક્ષુપ્રતિમાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. દસમા ઉદેશમાં યવમધ્ય-પ્રતિમા, વજમધ્ય-પ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર અને બાલદીક્ષાની વિધિ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. પ્રથમ ઉદેશ :
પહેલા ઉદેશમાં પ્રારંભમાં સૂત્રકારે બતાવ્યું છે કે માસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય દોષનું સેવન કરી તેની આચાર્ય વગેરે સમક્ષ કપટરહિત આલોચના કરનારા સાધુએ એકમાસિક પ્રાયશ્ચિત્ત જ કરવું પડે છે, જ્યારે કપટયુક્ત આલોચક તેનાથી બમણા અર્થાત્ દ્વિમાસિક પ્રાયશ્ચિત્તનો ભાગી બને છે. દ્વિમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય નિષ્કપટ આલોચકને દ્વિમાસિક અને સકપટ આલોચકને ત્રિમાસિક પ્રાયશ્ચિત્તના ભાગી બનવું પડે છે. એ જ રીતે, ત્રિ, ચતુર, પંચ અને અધિકમાં અધિક પમાસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. પંચમાસિક પ્રાયશ્ચિત્તને યોગ્ય નિષ્કપટ આલોચકને પંચમાસિક અને સકપટ આલોચકને પમાસિક પ્રાયશ્ચિત્ત લાગે છે. તદુપરાંત સકપટ અને નિષ્કપટ કોઈ પણ પ્રકારના આલોચન માટે ષમાસિક પ્રાયશ્ચિત્તનું વિધાન છે. અનેક દોષોનું સેવન કરનારા માટે બતાવવામાં આવ્યું છે કે અનેક દોષોમાંથી જેનું પહેલાં સેવન કરવામાં આવ્યું હોય તેની પહેલાં આલોચના કરે અને જેનું પછી સેવન કરવામાં આવ્યું હોય તેની પછી આલોચના કરે. આ રીતે આલોચના કરતાં કરતાં બધા દોષોનું એક સાથે પ્રાયશ્ચિત્ત કરે. પ્રાયશ્ચિત્ત કરતાં ફરી દોષ લાગે તો ફરી તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. પ્રાયશ્ચિત્ત સમાપ્ત થતાં જ કોઈ દોષ લાગે તો ફરીથી પ્રાયશ્ચિત્તનો પ્રારંભ કરવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org