________________
બૃહત્કલ્પ
૨૦૭ નિગ્રંથના પગમાં કાંટા વગેરે લાગે અને નિગ્રંથ તે કાઢવામાં અસમર્થ હોય તો નિગ્રંથ તે કાઢી શકે છે. એ જ રીતે નિર્ચથની આંખમાં મચ્છર વગેરે પડી જાય તો નિગ્રંથી તેને પોતાના હાથે કાઢી શકે છે. આ જ વાત નિગ્રંથીઓના પગના કાંટા અને આંખના મચ્છર વગેરે વિષયમાં સમજવી જોઈએ.'
સાધુ ડૂબતો હોય, પડે, લપસી પડે એવા સમયે સાધ્વી તેમ જ સાધ્વીના ડૂબવા વગેરે સમયે સાધુ હાથ વગેરે પકડી એક-બીજાને ડૂબવામાંથી બચાવી શકે છે.
વિક્ષિપ્તચિત્ત નિગ્રંથીને નિર્ગથ પોતાના હાથે પકડીને તેના સ્થાને પહોંચાડી દે તો તેને કોઈ દોષ લાગતો નથી. એ જ રીતે દીપ્તચિત્ત સાથ્વીને પણ સાધુ પોતાના હાથે પકડી ઉપાશ્રય સુધી પહોંચાડી શકે છે.
સાધ્વાચારના છ પરિમંથ – વ્યાધાતક કહેવામાં આવ્યા છે : કૌકુચિત (કુચેષ્ટા), મૌખરિક (વાચાળતા), ચક્ષુર્લોલ, તિત્તિણિક (ખેદયુક્ત), ઈચ્છાલોભ અને ભિજ્જાનિદાનકરણ (લોભવશ નિદાનકરણ).
છ પ્રકારની કલ્પસ્થિતિ કહેવામાં આવી છે : સામાયિકસંયતકલ્પસ્થિતિ, છેદોપસ્થાપનીય સંયતકલ્પસ્થિતિ, નિર્વિશમાનકલ્પસ્થિતિ, નિર્વિષ્ટકાયિકકલ્પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને વિકલ્પસ્થિતિ. કલ્પશાસ્ત્રોક્ત સાધ્વાચારની મર્યાદાનું નામ કલ્પસ્થિતિ છે.
બૃહત્કલ્પસૂત્રના આ પરિચયથી સ્પષ્ટ થાય છે કે આ લઘુકાય ગ્રંથનું જૈન આચારશાસ્ત્રની દૃષ્ટિએ વિશેષ મહત્ત્વ છે. સાધુ-સાધ્વીઓના જીવન તેમ જ વ્યવહારસંબંધી અનેક મહત્ત્વપૂર્ણ વાતોનું સુનિશ્ચિત વિધાન આની વિશેષતા છે. આ જ વિશેષતાના કારણે આ શાસ્ત્ર કલ્પશાસ્ત્ર (આચારશાસ્ત્ર) કહેવાય છે.
૧. ઉ. ૬, સૂ. ૩-૬. ૨. ઉ . ૬, સૂ. ૭-૯. ૩. ઉં. ૬, સૂ. ૧૦-૧૮. ૪. ઉં. ૬, સૂ. ૧૮ (આનો વિશેષ અર્થ વૃત્તિ વગેરેમાં જોવો જોઈએ).---- ૫. 3. ૬, સૂ. ૨૦.
Jain Education International
. For Private & Personal Use Only
www.jainelibrary.org