SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાપના ૭૭ વાર (વાહન બનાવનારા), પોત્થકાર (પૂંછડામાંથી સાવરણી બનાવનાર અથવા માટીના પૂતળા બનાવનાર), લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર, ભાંડકાર, જિઝગાર (?), સેલ્લગાર (ભાલા બનાવનારા), કોડિગાર (કોડીઓની માળા વગેરે બનાવનારા).૧ ભાષાર્ય અર્ધમાગધી ભાષા બોલનારા. બ્રાહ્મી લિપિના લખવાના પ્રકારો બ્રહ્મી, યવનાની, દોસાપુરિયા, ખરોષ્ટ્રી, — ૧. અનુયોગદ્વારસૂત્રમાં કુંભકાર, ચિત્તગાર, છંતિક્ક (કપડા સીવનાર), કમ્મગાર, કાસવ (હજામ)ની પાંચ મૂળ શિલ્પકારોમાં ગણના કરવામાં આવી છે. જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ (પૃ.૧૯૩)માં નવ નારુમાં કુંભાર, પટેલ, સોની, સૂપકાર, ગન્ધર્વ, હજામ, માળી, કાછિયા, તંબોળી તથા નવ કારુમાં ચમાર, કોલુ વગેરે ચલાવનાર, ધાંચી, છીપા, કંસારા, દરજી, ગુઆર (ગોવાળ), ભીલ અને ધીવરની ગણના કરવામાં આવી છે. ઉત્તરકાલવર્તી જૈન ગ્રન્થોમાં ચમાર, ધોબી અને હજામ વગેરેને શિલ્પજુંગિત કહ્યા છે. ૨. જૈન પરંપરા અનુસાર ઋષભદેવે પોતાના જમણા હાથથી આ લિપિ પોતાની પુત્રી બ્રાહ્મીને શિખવાડી હતી, એટલા માટે તેનું નામ બ્રાહ્મી પડ્યું (આવશ્યક ચૂર્ણિ, પૃ. ૧૫૬). ભગવતીસૂત્ર (પૃ. ૭)માં ‘ણમો બંભીએ લિવીએ' કહીને બ્રાહ્મી લિપિને નમસ્કાર કરવામાં આવેલ છે. આથી જણાય છે કે જૈન આગમો પહેલાં આ જ લિપિમાં લખાયાં હશે. આ લિપિમાં ઋ, ૠ, લૂ, લ અને ળ છોડીને ૪૬ મૂળાક્ષર (માઉયક્ખર) બતાવવામાં આવ્યા છે (સમવાયાંગ, પૃ. ૫૭ ). ઈ.સ.પૂર્વે ૫૦૦-૩૦૦ સુધી ભારતની સમસ્ત લિપિઓ બ્રાહ્મી નામથી ઓળખાતી હતી (મુનિ પુણ્યવિજય, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા). ૩. આ લિપિ ઈ.સ.પૂર્વે પાંચમી શતાબ્દીમાં અરમઈક લિપિમાંથી નીકળી છે (મુનિ પુણ્યવિજય, એજન, પૃ.૮). લલિતવિસ્તર (પૃ. ૧૨૫ વગેરે)માં ૬૪ લિપિઓનો ઉલ્લેખ છે જેમાં બ્રાહ્મી અને ખરોષ્ટ્રી એ બે મુખ્ય લિપિઓ ગણવામાં આવી છે. બ્રાહ્મી ડાબીથી જમણી બાજુ અને ખરોષ્ટ્રી જમણીથી ડાબી બાજુ લખાતી હતી. ખરોષ્ટ્રી લિપિ લગભગ ઈ.સ.પૂર્વે ૫૦૦માં ગંધાર દેશમાં પ્રચલિત હતી. આગળ જતાં આ લિપિનું સ્થાન બ્રાહ્મી લિપિએ લઈ લીધું. આ જ લિપિમાંથી આજકાલ નાગરી લિપિના અક્ષરોનો વિકાસ થયો છે. અશોકના લેખો આ જ લિપિમાં લખાયા છે. જુઓ – ડૉ. ગૌરીશંકર ઓઝા, ભારતીય પ્રાચીન લિપિમાલા, પૃ. ૧૭-૩૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001312
Book TitleAngabahya Agam Jain History Series 2
Original Sutra AuthorN/A
AuthorJagdishchandra Jain, Mohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, F000, F015, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy