________________
અંગબાહ્ય આગમો ૨૫', કેકથી અર્થ વ્યંતિકા જાત્યાય – અંબઇ, કલિંદ, વિદેહ, વેદન, હરિત, ચુંચુણ (અથવા તંતુણ) કુલાર્ક – ઉગ્ર, ભોગ, રાજન્ય, ઈક્વાકુ, જ્ઞાન, કૌરવ્ય”.
કર્માર્ય – દૌષ્ટિક (કપડા વેચનાર), સૌત્રિક (સૂતર વેચનારા), કાર્યાસિક (કપાસ વેચનારા), સૂત્રવૈકાલિક, ભાંડવૈકાલિક, કોલાલિય (કુંભાર), નરવાહનિક (પાલખી વગેરે ઉપાડનારા).
શિલ્પાર્ક – તુન્નાગ (રજૂ કરનારા), તન્તવાય (વણકર), પટ્ટકાર (પટવા), દેયડા (દતિકાર, મશક બનાવનારા), વરુટ (પીંછી બનાવનારા), છવિય (ચટાઈ વગેરે વણનારા), કાષ્ઠપાદુકાકાર (ચાખડી બનાવનાર), મુંજપાદુકાકાર, છત્રકાર,
૧. મહાવીરના સમયમાં સાકેતની પૂર્વમાં અંગ-મગધ, દક્ષિણમાં કૌશામ્બી, પશ્ચિમમાં પૂણા
અને ઉત્તરમાં કુણાલા સુધી જૈન શ્રમણોને વિહાર કરવાની છૂટ હતી. ત્યારપછી રાજ સમ્મતિએ પોતાના ભટ વગેરે મોકલીને ૨૫ , દેશોને શ્રમણોના વિહાર માટે યોગ્ય
બનાવ્યા. જુઓ – બૃહત્કલ્પભાષ્ય, ગા. ૩૨૬૨. ૨. બ્રાહ્મણ પુરુષ અને વૈશ્ય સ્ત્રીથી પેદા થયેલ સંતાનને અંબઇ કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ
તથા આચારાંગ નિર્યુક્તિ (૨૦-૨૭) ૩. વૈશ્ય પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીથી પેદા થયેલ સંતાનને વૈદેહ કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ
તથા આચારાંગ નિર્યુક્તિ (૨૦-૨૭) ૪. ઉમાસ્વાતિના તત્વાર્થભાષ્ય (૩.૧૫)માં ઈક્વાકુ, વિદેહ, હરિ, અંબઇ, જ્ઞાતિ, કુર,
બબુનાલ (?), ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરેની ગણના જાતિઆર્યમાં કરવામાં આવી છે.
શ્વપચ, પાણ, ડોંબ વગેરેને જૈન ગ્રન્થોમાં જાતિજુગિત કહ્યા છે. ૫. ક્ષત્રિય પુરુષ અને શૂદ્ર સ્ત્રીથી જન્મેલ સંતાનને ઉગ્ર કહેલ છે. જુઓ – મનુસ્મૃતિ તથા
આચારાંગ નિર્યુક્તિ ૬. તત્ત્વાર્થભાવ્ય (૩.૧૫)માં કુલકર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ વગેરેની ગણના કુલઆર્યમાં
કરવામાં આવી છે. અનુયોગદ્વારસૂત્ર (પૃ. ૧૩૬૮)માં તૃણહારક, કાષ્ઠહારક અને પત્રકારની ગણના પણ કરેલ છે. તત્ત્વાર્થભાષ્ય (૩.૧૫)માં યજન, યાજન, અધ્યયન, અધ્યાપન, પ્રયોગ, કૃષિ, લિપિ, વાણિજય, યોનિપોષણ વડે આજીવિકા ચલાવનારાઓને કર્મઆર્યમાં ગણ્યા છે. ઉત્તરકાલીન જૈન ગ્રંથોમાં મયૂર પોષક, નટ, માછીમાર, ધોબી વગેરેને કર્મજુગિત કહ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org