________________
૭૮
અંગબાહ્ય આગમો પુખરસારિયા, ભોગવતી, પતરાઇયા, અંતર્ખરિયા (અંતાક્ષરી), અમ્મરપુઢિયા, વૈયિકી, નિહ્નવિકી, અંકલિપિ, ગણિતલિપિ, ગાન્ધર્વલિપિ, આદર્શલિપિ, માહેશ્વરી, દોમિલિપિ (દ્રાવિડી), પૌલિન્દી. ૧
જ્ઞાનાર્ય પાંચ પ્રકારના છે – આભિનિબોધિક, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન.
| દર્શન-આર્ય – સરાગ દર્શન, વીતરાગ દર્શન. સરાગ દર્શન – નિસર્ગરચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ, ધર્મરુચિ. વીતરાગ દર્શન – ઉપશાંતકષાય, ક્ષીણકષાય.
ચારિત્રાર્ય – સરાગ ચારિત્ર, વીતરાગ ચારિત્ર. સરાગ ચારિત્ર – સૂક્ષ્મ સંપરાય, બાદર સંપરાય. વીતરાગ ચારિત્ર – ઉપશાંતકષાય, ક્ષીણકષાય. અથવા ચારિત્રાર્ય પાંચ હોય છે – સામાયિક, છેદોપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત ચારિત્ર (૩૭).
દેવ ચાર પ્રકારના હોય છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. ભવનવાસી – અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુકુમાર, અગ્નિકુમાર, દ્વિીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર, સ્વનિતકુમાર. વ્યંતર – કિન્નર, કિપુરુષ, મહોરગ, ગન્ધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ, જયોતિષી – ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા. વૈમાનિક – કલ્પોપગ, કલ્પોપન્ન. કલ્પોપગ – સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતવ, મહાશુક્ર, સહસ્રાર, આનત,
૧. સમવાયાંગસૂત્ર (પૃ. ૩૧અ)માં ૧૮ લિપિઓમાં ઉચ્ચત્તરિઆ અને ભોગવઈયા લિપિઓનો
ઉલ્લેખ છે. વિશેષાવશ્યકભાષ્યની ટીકા (પૃ. ૪૬૪)માં નિમ્નલિખિત લિપિઓ ગણાવવામાં આવી છે – હંસ, ભૂત, યક્ષી, રાક્ષસી, ઉઠ્ઠી, યવની, તરુક્કી, કીરી, દ્રાવિડી, સિંઘવીય, માલવી, નદી, નાગરી, લાટ, પારસી, અનિમિત્તી, ચાણક્યી, મૂલદેવી. વધુ માટે જુઓ –લાવણ્યસમયગણિ, વિમલપ્રબંધ; લક્ષ્મીવલ્લભ ઉપાધ્યાય, કલ્પસૂત્ર-ટીકા. ચાણક્યી, મૂલદેવી, અંક, નાગરી તથા શૂન્ય, રેખા, ઔષધિ, સહદેવી વગેરે લિપિઓ માટે જુઓ – મુનિ પુણ્યવિજય, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા, પૃ. ૬; અગરચંદ નાહટા, જૈન આગમોમાં ઉલ્લિખિત ભારતીય લિપિમાં એવું “ઇચ્છા લિપિ', નાગરીપ્રચારિણી પત્રિકા, વર્ષ પ૭, અંક ૪, સં. ૨૦૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org