________________
જૈન શ્રુત
૬૫
પણ “અક્ષર' કહેવાય છે. સંક્ષેપમાં અક્ષરનો અર્થ છે – અક્ષરાત્મક ધ્વનિઓ તથા તેમના સમસ્ત સંકેતો. ધ્વનિઓમાં સમસ્ત સ્વર-વ્યંજનો સમાવિષ્ટ થાય છે. સંકેતોમાં સમસ્ત અક્ષરરૂપ લિપિઓનો સમાવેશ થાય છે.
આજના આ વિજ્ઞાનયુગમાં પણ અમુક દેશો અથવા અમુક લોકો પોતાની પસંદગીની અમુક પ્રકારની લિપિઓ અથવા અમુક પ્રકારના સંકેતોને જ વિશેષ મહત્ત્વ આપે છે તથા અમુક પ્રકારની લિપિઓ અને સંકેતોને કંઈ મહત્ત્વ આપતા નથી. જયારે આજથી હજારો વર્ષ પહેલાં જૈનાચાર્યોએ શ્રુતના એક ભેદ અક્ષરકૃતમાં સમસ્ત પ્રકારની લિપિઓ અને અક્ષર-સંકેતોનો સમાવેશ કર્યો હતો. પ્રાચીન જૈન પરંપરામાં ભાષા, લિપિ અથવા સંકેતોને માત્ર વિચાર-પ્રદર્શનના વાહનરૂપમાં જ સ્વીકારવામાં આવેલ છે. તેમને ઈશ્વરીય સમજીને કોઈ પ્રકારની વિશેષ પૂજા-પ્રતિષ્ઠા આપવામાં આવી નથી. એટલું જ નહિ, જૈન આગમો તો એટલે સુધી કહે છે કે ચિત્રવિચિત્ર ભાષાઓ, લિપિઓ અથવા સંકેતો મનુષ્યને વાસનાના ગર્તમાં પડતાં બચાવી શકતા નથી. વાસનાના ગર્તમાં પડતાં બચાવનાર અસાધારણ સાધનો વિવેકયુક્ત સદાચાર, સંયમ, શીલ, તપ ઈત્યાદિ છે. જૈન પરંપરા તથા જૈન શાસ્ત્રોમાં પ્રારંભથી જ એવી ઘોષણા ચાલી આવે છે કે કોઈ પણ ભાષા, લિપિ અથવા સંકેત દ્વારા ચિત્તમાં ઘર કરી ગયેલ રાગદ્વેષાદિકની પરિણતિને ઓછી કરનાર વિવેકયુક્ત વિચારધારા જ પ્રતિષ્ઠાયોગ્ય છે. આ પ્રકારની માન્યતામાં જ અહિંસાની સ્થાપના અને આચરણ નિહિત છે. વ્યાવહારિક દૃષ્ટિએ પણ એમાં જ માનવજાતિનું કલ્યાણ છે. તેના અભાવે વિષમતા, વર્ગવિગ્રહ અને ક્લેશવર્ધનની જ સંભાવના રહે છે.
જે રીતે અક્ષરશ્રુતમાં વિવિધ ભાષાઓ, વિવિધ લિપિઓ તથા વિવિધ સંકેતો સમાયેલાં છે તે જ રીતે અનક્ષરદ્યુતમાં શ્રયમાણ અવ્યક્ત ધ્વનિઓ તથા દશ્યમાન શારીરિક ચેષ્ટાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રકારના ધ્વનિઓ અને ચેષ્ટાઓ પણ અમુક પ્રકારના બોધનું નિમિત્ત બને છે. એ પહેલાં જ કહેવાઈ ચૂક્યું છે કે બોધનાં સમસ્ત નિમિત્તો શ્રુતમાં સમાવિષ્ટ છે. એ જ રીતે કણસવું, ચીત્કાર, નિઃશ્વાસ, ખોંખારો, ઉધરસ, છીંક વગેરે બોધ-નિમિત્ત સંકેતો અનરશ્રુતમાં સમાવિષ્ટ છે. રોગીનું કણસવું તેની વ્યથાનું જ્ઞાપક હોય છે. ચીત્કાર વ્યથા અથવા વિયોગનો જ્ઞાપક હોઈ શકે છે. નિઃશ્વાસ દુઃખ અને વિરહનો સૂચક છે. છીંક કોઈ વિશિષ્ટ સંકેતની સૂચક હોઈ શકે છે. ઘૂંકવાની ચેષ્ટા નિંદા અથવા તિરસ્કારની ભાવના પ્રગટ કરી શકે છે અથવા કોઈ અન્ય તથ્યનો સંકેત કરી શકે છે. એ જ રીતે આંખના ઈશારા પણ વિભિન્ન ચેષ્ટાઓ પ્રગટ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org