________________
અંગઆગમ
એક પુરુષ પોતાની પરિચિત એક સ્ત્રીના ઘરમાં ઘૂસ્યો. ઘરમાં સ્ત્રીની સાસુ હતી. તેને જોઈને સ્ત્રીએ ગાળ દેતાં દેતાં જોરથી તેની પીઠ પાછળ એક ધબ્બો માર્યો. તેના કપડાં પર મેશ ભરેલા હાથના પંજાની પાંચે આંગળીઓ ઉપસી આવી. આ સંકેત પરથી પુરુષે એવો અર્થ કાઢ્યો કે કૃષ્ણપક્ષની પાંચમીના દિવસે ફરી આવવું. પુરુષે કાઢેલો આ અર્થ બરાબર હતો. તે સ્ત્રીએ આ જ અર્થના સંકેત માટે ધબ્બો માર્યો હતો.
આ રીતે અવ્યક્ત ધ્વનિઓ અને વિશિષ્ટ પ્રકારની ચેષ્ટાઓ પણ અમુક પ્રકારના બોધનું નિમિત્ત બને છે. જે લોકો આ ધ્વનિઓ અને ચેષ્ટાઓનું રહસ્ય સમજે છે તેમને તેનાથી અમુક પ્રકારનો નિશ્ચિત બોધ થાય છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં સર્વસંમત સાર્વત્રિક સાહચર્યને ધ્યાનમાં લેતાં એમ કહેવું ઉપયુક્ત પ્રતીત થાય છે કે સાંકેતિક ભાષા ઉપરાંત સાંકેતિક ચેષ્ટાઓ પણ શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ છે. એમ હોવા છતાં પણ આ વિષયમાં ભાષ્યકાર જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં, વૃત્તિકાર આચાર્ય હરિભદ્ર આવશ્યકવૃત્તિમાં તથા આચાર્ય મલયગિરિએ નંદીવૃત્તિમાં જે મત વ્યક્ત કર્યો છે તેનો અહીં નિર્દેશ કરવો જરૂરી છે.
ઉપરોક્ત ત્રણે આચાર્યો લખે છે કે અશ્રયમાણ શારીરિકચેષ્ટાઓને અનારકૃતમાં સમાવિષ્ટ ન કરવાની રૂઢ પરંપરા છે. તદનુસાર જે સાંભળવાયોગ્ય છે તે જ શ્રત છે, બીજું નહિ. જે ચેષ્ટાઓ સંભળાતી ન હોય તેમને શ્રુતજ્ઞાન સમજવું ન જોઈએ. અહીં શ્રત’ શબ્દને રૂઢ ન માનતાં યૌગિક માનવામાં આવેલ છે.
અચેલક પરંપરાના તત્ત્વાર્થ-રાજવાર્તિક નામે ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે કે કૃત શબ્દોડ્ય રૂઢિશદ્રઃ ...... તિ સર્વમતિપૂર્વશ્ય કૃતત્વસિદ્ધિર્મવતિ' અર્થાત્ “શ્રુત' શબ્દ રૂઢ છે. શ્રુતજ્ઞાનમાં કોઈ પણ પ્રકારનું મતિજ્ઞાન કારણ બની શકે છે. આ વ્યાખ્યા અનુસાર શ્રયમાણ અને દૃશ્યમાન બંને પ્રકારના સંકેતો દ્વારા થનારું જ્ઞાન શ્રુતજ્ઞાનની કોટિમાં આવે છે.
મારી દષ્ટિએ “શ્રુત' શબ્દનો વ્યાપક અર્થમાં પ્રયોગ કરતાં શ્રયમાણ તથા દશ્યમાન બંને પ્રકારના સંકેતો અને ચેષ્ટાઓને શ્રુતજ્ઞાનમાં સમાવિષ્ટ કરવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. ૧. વિશેષાવશ્યકભાષ્ય, ગા. ૫૦૩, પૃ. ૨૭૫; હારિભદ્રીય આવશ્યકવૃત્તિ, પૃ. ૨૫,
ગા. ૨૦; મલયગિરિ નંદીવૃત્તિ, પૃ. ૧૮૯, સૂ. ૩૯. ૨. અ. ૧, સૂ. ૨૦, પૃ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org