________________
અંગઆગમ
શ્રી ભદ્રબાહુ વિરચિત આવશ્યક-નિર્યુક્તિ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ રચિત વિશેષાવશ્યક ભાષ્ય, શ્રી હરિભદ્ર વિરચિત આવશ્યક-વૃત્તિ આદિ ગ્રંથોમાં પંચજ્ઞાન વિષયક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. તે જોતાં જ્ઞાન અથવા પ્રમાણના સ્વરૂપ, પ્રકાર વગેરેની ચર્ચા પ્રારંભમાં કેટલી સંક્ષિપ્ત હતી તથા ધીરે ધીરે કેટલી વિસ્તૃત બનતી ગઈ તેનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે. જેમ જેમ તર્કદૃષ્ટિનો વિકાસ થતો ગયો તેમ તેમ આ ચર્ચાનો પણ વિસ્તાર થતો ગયો.
૬૪
અહીં આ લાંબી ચર્ચા માટે અવકાશ નથી. માત્ર શ્રુતજ્ઞાનનો પરિચય આપવા માટે તે સંબંધી પ્રાસંગિક વિષયોનો સ્પર્શ કરીને આગળ વધવામાં આવશે.
ઈન્દ્રિયો તથા મન દ્વારા થનાર બોધને મતિજ્ઞાન કહે છે. તેને અન્ય દાર્શનિકો ‘પ્રત્યક્ષ’ કહે છે. જ્યારે જૈન પરંપરામાં તેને ‘વ્યાવહારિક પ્રત્યક્ષ' કહેવામાં આવે છે. ઈન્દ્રિય-મન-નિરપેક્ષ અને સીધેસીધું આત્મા દ્વારા ન હોવાને કારણે મતિજ્ઞાન વાસ્તવિક રીતે પરોક્ષ જ છે.
બીજું શ્રુતજ્ઞાન છે. જેમ કે પહેલાં કહેવાઈ ચૂક્યું છે તેમ શ્રુતજ્ઞાનના મુખ્ય બે ભેદ છે : દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. ભાવશ્રુત આત્મોપયોગરૂપ અર્થાત્ ચેતનારૂપ હોય છે. દ્રવ્યશ્રુત ભાવશ્રુતની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ અને જનકરૂપ હોય છે તથા ભાવશ્રુતમાંથી જન્મેલું પણ હોય છે. એ ભાષારૂપ તેમ જ લિપિરૂપ છે. કાગળ, શાહી, લેખણ, ખડિયો, પુસ્તક ઇત્યાદિ બધાં શ્રુતસાધનો દ્રવ્યશ્રુતની જ અંતર્ગત છે.
શ્રુતજ્ઞાનના પરસ્પર વિરોધી સાત યુગ્મો કહેવામાં આવ્યાં છે અર્થાત્ દેવવાચકે શ્રુતજ્ઞાનના બધા મળી ચૌદ ભેદો બતાવ્યા છે. આ ચૌદ ભેદોમાં બધા પ્રકારનું શ્રુતજ્ઞાન સમાઈ જાય છે. અહીં નીચેના છ યુગ્મોની ચર્ચા વિવક્ષિત છે :
૧. અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત, ૨. સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત, ૩. સાદિકશ્રુત અને અનાદિકશ્રુત, ૪. સપર્યવસિત અર્થાત્ સાંતશ્રુત અને અપર્યવસિત અર્થાત્ અનંતશ્રુત, ૫. ગમિકશ્રુત અને અગમિકશ્રુત, ૬. અંગપ્રવિષ્ટશ્રુત અને અનંગપ્રવિષ્ટ અર્થાત્ અંગબાહ્યશ્રુત.
અક્ષરશ્રુત અને અનક્ષરશ્રુત ઃ
આ યુગ્મમાં પ્રયુક્ત ‘અક્ષર' શબ્દ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ ભિન્ન અર્થનો બોધ કરાવે છે. અક્ષરશ્રુત ભાવરૂપ છે અર્થાત્ આત્મગુણરૂપ છે. તેને પ્રગટ કરવામાં તથા તેની વૃદ્ધિ અને વિકાસ ક૨વામાં જે અક્ષરો અર્થાત્ ધ્વનિઓ, સ્વરો અથવા વ્યંજનો નિમિત્તરૂપ બને છે તેમના માટે ‘અક્ષર’ શબ્દનો પ્રયોગ થાય છે. ધ્વનિઓના સંકેતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org