________________
જૈન શ્વેત
બૃહત્કલ્પમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે પોતાની પાસે પુસ્તક રાખનાર શ્રમણમાં પ્રમાદ-દોષ પેદા થાય છે. પુસ્તક પાસે હોવાથી ધર્મ-વચનોનાં સ્વાધ્યાયનું આવશ્યક કાર્ય અટકી જાય છે. ધર્મ-વચનો કંઠસ્થ રાખીને તેમનું વારંવાર સ્મરણ કરવું તે સ્વાધ્યાયરૂપ આંતરિક તપ છે. પુસ્તકો પાસે રહેવાથી આ તપ મંદ થવા લાગે છે તથા ગુરુમુખેથી પ્રાપ્ત સૂત્ર-પાઠોને ઉદાત્ત-અનુદાત્ત વગેરે મૂળ ઉચ્ચારણોમાં સુરક્ષિત રાખવાનો શ્રમ ભારરૂપ જણાવા લાગે છે. પરિણામે સૂત્ર-પાઠોના મૂળ ઉચ્ચારણોમાં પરિવર્તન થવાનો પ્રારંભ થઈ જાય છે. આનું પરિણામ એ આવે છે સૂત્રોનાં મૂળ ઉચ્ચારણો યથાતથ રહી શકતાં નથી. ઉપર્યુક્ત તથ્યોને ધ્યાનમાં લેતાં ઘણુંબધું સ્પષ્ટ થઈ જાય છે કે પહેલાંથી જ અર્થાત્ ભગવાન મહાવીરના સમયથી જ ધર્મ-પુસ્તકોના લેખનની પ્રવૃત્તિ વિશેષપણે કેમ ન ચાલી અને મહાવીર પછી હજાર વર્ષ પછી આગમોને પુસ્તકારૂઢ કરવાનો વ્યવસ્થિત પ્રયત્ન કેમ કરવો પડ્યો.
મહાવીરના નિર્વાણ પછી શ્રમણસંઘના આચારમાં શિથિલતા આવવા લાગી. તેના જુદા જુદા સંપ્રદાયો થવા લાગ્યા. અચેલક અને સચેલક પરંપરાઓ શરૂ થઈ. વનવાસ ઓછો થવા લાગ્યો. લોકસંપર્ક વધવા લાગ્યો. શ્રમણો ચૈત્યવાસી પણ બનવા લાગ્યા. ચૈત્યવાસની સાથે સાથે તેઓમાં પરિગ્રહ પણ પ્રવેશ્યો. આમ થવા છતાં પણ ધર્મ-શાસ્ત્રોના પઠન-પાઠનની પરંપરા પહેલાંની જેમ જ ચાલુ હતી. વચમાં દુષ્કાળ પડ્યા. આનાથી ધર્મ-શાસ્ત્રો કંઠસ્થ રાખવાનું વધુ મુશ્કેલ થવા લાગ્યું. કેટલુંક ધર્મદ્યુત નાશ પામ્યું અથવા તેના જાણકારો ન રહ્યા. જે ધર્મશ્રુતને સુરક્ષિત રાખવાની ભક્તિરૂપ વૃત્તિવાળા હતા તેઓ તેને પુસ્તકબદ્ધ કરી સંચિત રાખવાની પ્રવૃત્તિ આવશ્યક ગણી. આ સમયે શ્રમણોએ જીવનચર્યામાં અનેક અપવાદો સ્વીકાર્યા, આથી તેમને આ લખવાલખાવવાની પ્રવૃત્તિનો અપવાદ પણ આવશ્યક જણાયો. ભગવાન મહાવીરના નિર્વાણથી લગભગ એક હજાર વર્ષ પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ પ્રમુખ સ્થવિરોએ શ્રુતને જ્યારે પુસ્તકબદ્ધ કરી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે અંશતઃ લુપ્ત થઈ ચૂક્યું હતું.
અચેલક પરંપરા અને શ્રુતસાહિત્ય ઃ
૬૧
સંપૂર્ણ અપરિગ્રહ-વ્રત સ્વીકાર કરવા છતાં પણ માત્ર લજ્જા-નિવારણ માટે જીર્ણશીર્ણ વસ્રને અપવાદરૂપે સ્વીકાર કરનારી સચેલક પરંપરાના અગ્રણી દેવર્ધિગણિ ૧. વૈદિક સાહિત્ય વિશેષ પ્રાચીન છે. તે વિષયે લખવા-લખાવવાની પ્રવૃત્તિનું પણ પુરોહિતોએ પૂરું ધ્યાન રાખ્યું છે. એમ હોવા છતાં પણ વેદોની શ્ર્લોકસંખ્યા જેટલી પ્રાચીનકાળમાં હતી તેટલી વર્તમાનકાળમાં પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org