________________
આવશ્યકનિર્યુક્તિની ગાથા છે—
(૫૩)
"
"एक्कारस वि गणधरे पवायए पवणयस्स वंदामि । સળં ધરવંસ વાયાવંસ પવયાં | || ૮૦ ’'
આની ટીકામાં આચાર્ય મલધારીએ સ્પષ્ટરૂપે લખ્યું છે— ‘“गौतमादीन् वन्दे । कथं भूतान् प्रकर्षेण प्रधानाः आदौ वा वाचकाः प्रवाचकाः પ્રવચનસ્ય બાળમસ્ય ।’' પૃ. ૪૯૦,૧
—વિશેષા. ૧૦૬૨
આ જ નિર્યુક્તિની ગાથાની ભાષ્યગાથાઓની સ્વોપજ્ઞ ટીકામાં જિનભદ્રે પણ લખ્યું છે –
―
"यथा अर्हन्नर्थस्य वक्तेति पूज्यस्तथा गणधराः गौतमादयः सूत्रस्य वक्तार इति पूज्यन्ते મતાબ્વે ''
પ્રસ્તુતમાં ગૌતમાદિનો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી ‘શ્વેતાંવરોં મેં સાધારળ રૂપ સે ગળધરો જા છેવ હૈ વિન્તુ બ્રાસ નામ નહીં મિલતા’—આ પંડિતજીનું કથન નિર્મૂળ સિદ્ધ થાય છે.
Jain Education International
અહીં એ પણ બતાવી દેવું જરૂરી છે કે પંડિતજીએ પોતાની પીઠિકામાં જે ‘તવનિયમનાળ’ ઇત્યાદિ નિર્યુક્તિની બે ગાથાઓ વિશેષાવશ્યકમાંથી ઉદ્ધૃત કરી છે (પીઠિકા, પૃ. ૫૩૦ની ટિપ્પણી) તેમની ટીકા તો પંડિતજીએ જરૂર જોઈ હશે—તેમાં આચાર્ય હેમચન્દ્ર સ્પષ્ટરૂપે લખે છે–
‘‘તેન વિમલબુદ્ધિમયેન પટેન ગળધરા નૌતમાઢ્યો’’—વિશેષા. ટીકા, ગા. ૧૦૯૫, પૃ. ૫૦૨. આમ હોવા છતાં પણ પંડિતજીને શ્વેતાંબરોમાં સૂત્રના રચિયતા રૂપે ખાસ ગણધરોના નામનો ઉલ્લેખ ન મળ્યો—આ એક આશ્ચર્યજનક ઘટના જ છે અને જો પંડિતજીનો મતલબ એવો હોય કે કોઈ ખાસ એટલે કે એક જ વ્યક્તિનું નામ નથી મળતું તો બતાવી દેવું જરૂરી છે કે શ્વેતાંબર અને દિગંબર બંને મત અનુસાર જ્યારે બધા ગણધરો પ્રવચનની રચના કરે છે ત્યારે કોઈ એકનું જ નામ તો મળી શકે નહિ. આવી પરિસ્થિતિમાં તેનો આધાર લઈ પંડિતજીએ શ્રુતાવતારની પરંપરામાં બંને સંપ્રદાયોના ભેદને માનીને જે કલ્પનાજાળ ગૂંથી છે તે નિરર્થક છે.
પં. કૈલાશચંદ્રજી માને છે કે શ્વેતાંબર-વાચનાગત અંગજ્ઞાન સાર્વજનિક છે. ‘“ન્તુિ दिगम्बर - परम्परा में अंगज्ञान का उत्तराधिकार गुरु-शिष्य परम्परा के रूप में हि प्रवाहित ૧. આ પુસ્તક પંડિતજીએ જોયેલ છે આથી તેનું અવતરણ અહીં આપવામાં આવેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org