________________
(૫૨)
તત્ત્વાર્થશ્લોકવાર્તિક પૃ. ૬. ‘‘દ્રવ્યશ્રુતં ત્તિ દાવા, વચનાત્મમાતોપદેશરૂપમેવ, તÉજ્ઞાનં तु भावश्रुतम् तदुभयमपि गणधरदेवानां भगवदर्हत्सर्वज्ञवचनातिशयप्रसादात् स्वमतिશ્રુતિજ્ઞાનાવરળવીર્યાન્તરાયક્ષયોપશમાતિશયાન્ન ઉત્પદ્યમાન થમાક્ષાયત્ત ન ભવેત્ ?'' એજન,
પૃ. ૧.
આ રીતે આચાર્ય પૂજ્યપાદ, આચાર્ય અકલંક અને આચાર્ય વિદ્યાનંદ આ બધા દિગંબર આચાર્યો સ્પષ્ટરૂપે માને છે કે બધા ગણધરો સૂત્રરચના કરે છે.
આવી પરિસ્થિતિમાં આ આચાર્યોના મત અનુસાર એ જ ફલિત થાય છે કે ગૌતમ ગણધર અને અન્ય સુધર્મા વગેરેએ પણ ગ્રંથ૨ચના કરી હતી. માત્ર ગૌતમે જ ગ્રંથરચના કરી હોય અને સુધર્મા વગેરેએ ન કરી હોય એવું ફલિત થતું નથી. આ પરિસ્થિતિ વિદ્યાનંદ સુધી તો માન્ય હતી એવું પ્રતીત થાય છે. આવો જ મત શ્વેતાંબરોનો પણ છે.
પં. કૈલાશચંદ્ર એમ લખ્યું છે કે ‘‘હૅમને રૂસ વાત જો લોનના ચાહા જી ઐસે વિયંવર परंपरा के अनुसार प्रधान गणधर गौतमने महावीर की देशना को अंगो में गूंथा वैसे श्वेतांबर परंपरा के अनुसार महावीर की वाणी को सुनकर उसे अंगो में किसने निबद्ध किया ? किन्तु खोजने पर भी हमें किसी खास गणधर का निर्देश इस संबंध में नहीं मिला।" પીઠિકા, પૃ. ૫૩૦.
આ વિષયમાં પ્રથમ એ બતાવવું જરૂરી છે કે અહીં પં. કૈલાશચંદ્રજી આ વાત માત્ર ગૌતમે જ અંગરચના કરી હતી’–એવા મંતવ્યને માનીને જ કરી રહ્યા છે અને આ મંતવ્ય ધવલામાંથી તેમને મળ્યું છે કે જ્યાં એમ કહેવામાં આવ્યું છે કે ગૌતમે અંગજ્ઞાન સુધર્માને આપ્યું. આથી એમ ફલિત કરવામાં આવ્યું કે સુધર્માએ અંગગ્રંથન કર્યું ન હતું, માત્ર ગૌતમે કર્યું હતું.
-
અમે ઉપર જે પૂજ્યપાદ વગેરે ધવલાથી પ્રાચીન આચાર્યોનાં અવતરણો આપ્યાં છે તેનાથી તો એવું જ ફલિત થાય છે કે ધવલાકારે પોતાનું આ નવું મંતવ્ય પ્રચલિત કર્યું છે, જે – જેમ પંડિત કૈલાશચંદ્રે માન્યું છે – સાચું હોય તો. આથી ધવલાકારના વાક્યની સંગતિ બેસાડવી હોય તો આ વિષયમાં બીજો જ રસ્તો લેવો પડશે અને એમ માનવું પડશે કે ધવલાકાર પ્રાચીન આચાર્યોથી પૃથક્ મતાંતર ઉપસ્થિત કરી રહ્યા છે, જેનો કોઈ પ્રાચીન આધાર નથી. આ માત્ર તેમનો જ ચલાવેલો મત છે. અમારો મત તો એ જ છે કે ધવલાકારના વાક્યની સંગતિ બેસાડવા માટે બીજો જ માર્ગ લેવો જોઈએ, નહિ કે પૂર્વાચાર્યોના મતની સાથે તેમની વિસંગતિનો.
હવે તે જોવામાં આવે કે શું શ્વેતાંબરોએ કોઈ ગણધર વ્યક્તિનું નામ સૂત્રના રચયિતા રૂપે આપ્યું છે કે નહિ, જેની તપાસ તો પં. કૈલાશચંદ્રે કરી પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org