________________
(૪૯) દુસમાના શ્રતમાં દુખસહ મુનિ થઈ ગયા બાદ એવું કહેવામાં આવ્યું છે કે તેઓ જ અંતિમ આચારધર હશે. તેમની પછી અનાચારનું સામ્રાજય થશે. તેમની પછી નિર્દિષ્ટ છે કે –
ઈ.સ. ૧૯૯૭૩= વીરનિ. ૨૦૫૦૦માં ઉત્તરાધ્યયનનો વિચ્છેદ ઈ.સ. ૨૦૩૭૩= " ૨૦૯૦૦માં દશવૈકાલિકસૂત્રનો” ઈ.સ. ૨૦૪૭૩= ૨૧OOOમાં દશવૈકાલિકના અર્થનો વિચ્છેદ,
દુપ્પસહ મુનિના મૃત્યુ પછી. ઈ.સ. ૨૦૪૭૩=
પર્યંત આવશ્યક, અનુયોગદ્વાર અને નંદીસૂત્ર અવ્યવચ્છિન્ન રહેશે.
– તિત્વોગાલી ગાવ ૬૯૭-૮૬૬. તિત્વોગાલીય પ્રકરણ શ્વેતાંબરોને અનુકૂળ ગ્રંથ છે એવું તેના અધ્યયનથી પ્રતીત થાય છે. તેમાં તીર્થકરોની માતાઓના ચૌદસ્વપ્રોનો ઉલ્લેખ છે, ગાથા ૧૦૦, ૧૦૨૪; સ્ત્રીમુક્તિનું સમર્થન પણ તેમાં કરવામાં આવ્યું છે ગા૫૫૬; આવશ્યકનિર્યુક્તિની ઘણી ગાથાઓ તેમાં આવે છે, ગા. ૭૦થી, ૩૮૩થી વગેરે; અનુયોગદ્વાર અને નંદીનો ઉલ્લેખ અને તેમનાં તીર્થપર્યન્ત ટકી રહેવાની વાત; દસ આશ્ચર્યની ચર્ચા ગા૦૮૮૭થી; નંદીસૂત્રગત સંઘસ્તુતિનું અવતરણ ગા૮૪૮થી છે.
આગમોના ક્રમિક વિચ્છેદની ચર્ચા જે રીતે જૈનોમાં છે તે જ રીતે બૌદ્ધોના અનાગત વંશમાં પણ ત્રિપિટકના વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છે. આનાથી પ્રતીત થાય છે કે શ્રમણોની આ એક સામાન્ય ધારણા છે કે શ્રુતનો વિચ્છેદ ક્રમશઃ થાય છે. તિત્વોગાલીમાં અંગવિચ્છેદની ચર્ચા છે. આ વાત વ્યવહારભાષ્યના કર્તાએ પણ માની
"तित्थोगाली एत्थ वत्तव्वा होइ आणुपुव्वीए । जे तस्स उ अंगस्स वुच्छेदो जहिं विणिद्दिट्ठो॥"
- વ્ય. ભા. ૧૦. ૭/૪ આ પરથી જાણી શકાય છે કે અંગવિચ્છેદની ચર્ચા પ્રાચીન છે અને તે દિગંબરશ્વેતાંબર બંને સંપ્રદાયોમાં ચાલી છે. આમ હોવા છતાં પણ જો શ્વેતાંબરોએ અંગોના અંશને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કર્યો અને તે અંશ આજ આપણને ઉપલબ્ધ છે–એમ માનવામાં આવે તો તેમાં શું ખોટું છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org