________________
(૫૦) વધુ એક વાતનું પણ સ્પષ્ટીકરણ જરૂરી છે કે દિગંબરોમાં પણ ધવલા અનુસાર બધા અંગોનો સંપૂર્ણરૂપે વિચ્છેદ માનવામાં આવ્યો નથી પરંતુ એમ માનવામાં આવ્યું છે કે પૂર્વ અને અંગના એકદેશધરો થયા છે અને તેમની પરંપરા ચાલી છે. તે પરંપરાના વિચ્છેદનો ભય તો પ્રદર્શિત કરવામાં આવ્યો છે પરંતુ તે પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ એવો સ્પષ્ટ ઉલ્લેખ ધવલા કે જયધવલામાં પણ નથી. ત્યાં સ્પષ્ટરૂપે એમ કહેવામાં આવ્યું છે કે વીરનિર્વાણના ૬૮૩ વર્ષ બાદ ભારતવર્ષમાં જેટલા પણ આચાર્યો થયા છે તે બધા “બ્લેસિમં પુત્રીનેતધારયા ગાલા' અર્થાત્ સર્વ અંગ-પૂર્વના એકદેશધરો થયા છે–જયધવલા, ભા. ૧, પૃ. ૮૬; ધવલા પૃ. ૬૭.
તિલોયપષ્ણત્તિમાં પણ શ્રુતવિચ્છેદની ચર્ચા છે અને ત્યાં પણ આચારાંગધારી સુધીનો સમય વીર નિ. ૬૮૩ બતાવવામાં આવેલ છે. તિલોયપષ્ણત્તિ અનુસાર પણ અંગશ્રુતનો સર્વથા વિચ્છેદ માન્ય નથી. તેને પણ અંગપૂર્વના એકદેશધરોના અસ્તિત્વમાં સંદેહ નથી. તેના અનુસાર પણ અંગબાહ્યના વિચ્છેદનો કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી. વસ્તુતઃ તિલોયપષ્ણત્તિ અનુસાર શ્રુતતીર્થનો વિચ્છેદ વીર નિ. ૨૦૩૧૭માં થશે અર્થાત્ ત્યાં સુધી શ્રુતનો એકદેશ વિદ્યમાન રહેશે જ (જુઓ, ૪. ગા. ૧૪૭૫૧૪૯૩).
તિલોયપણત્તિમાં પ્રક્ષેપની માત્રા અધિક છે છતાં પણ તેનો સમય ડૉ. ઉપાધ્યેએ જે નિશ્ચિત કર્યો છે તે માનવામાં આવે તો તે ઈ.સ. ૪૭૩ અને ૬૦૯ની વચ્ચેનો છે. તદનુસાર પણ તે સમય સુધી સર્વથા શ્રતવિચ્છેદની ચર્ચા હતી નહિ. તિલોયપણત્તિનું જ અનુસરણ ધવલામાં થયું માની શકાય છે.
એવી જ વાત જો શ્વેતાંબર પરંપરામાં પણ બની હોય તો તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. તેમાં પણ સંપૂર્ણ નહિ, પરંતુ અંગઆગમોનો એકદેશ સુરક્ષિત રહ્યો હોય અને તેને જ સંકલિત કરી સુરક્ષિત રાખવામાં આવ્યો હોય તો તેમાં અસંગતિ ક્યાં છે? બંને પરંપરાઓમાં અંગ-આગમોનું જે પરિમાણ બતાવવામાં આવ્યું છે તે જોતાં શ્વેતાંબરોના અંગ-આગમો એકદેશ જ સિદ્ધ થાય છે. આ આગમો આધુનિક દિગંબરોને માન્ય હોય કે ન હોય તે એક જુદો પ્રશ્ન છે. પરંતુ શ્વેતાંબરોએ જે અંગો સંકલિત કરી સુરક્ષિત રાખ્યાં છે તેમાં અંગોનો એક અંશ–મોટો અંશ—વિદ્યમાન છે એટલી વાતમાં તો શંકાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. સાથોસાથ જ એ પણ સ્વીકારવું જોઈએ કે તે અંગોમાં યત્રતત્ર પ્રક્ષેપ પણ છે અને પ્રશ્નવ્યાકરણ તો નવું જ બનાવવામાં આવેલ છે.
આ ચર્ચાના પ્રકાશમાં જો આપણે નિમ્ન વાક્ય કે જે ૫. કૈલાશચંદ્ર શાસ્ત્રીએ પોતાની પીઠિકામાં લખ્યું છે તેને નિરાધાર કહીએ તો અનુચિત માનવામાં નહિ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org