________________
(૪૮)
રહેવા છતાં પણ જ્યારે જ્યારે સંઘને માલમ થયું કે શ્રતધરોનો હ્રાસ થઈ રહ્યો છે, ત્યારે શ્રુતસંકલનના પ્રયત્નની જરૂર પડી હશે અને વિભિન્ન વાચનાઓ થઈ હશે.
હવે આગમવિચ્છેદના પ્રશ્નનો વિચાર. આગમવિચ્છેદના વિષયમાં પણ બે મત છે. એક મત અનુસાર શ્રુત વિનષ્ટ થયું છે જ્યારે બીજા અનુસાર સુત્ત નહિ પરંતુ શ્રતધરો–પ્રધાન અનુયોગધરો વિનષ્ટ થયા છે. આ બંને માન્યતાઓનો નિર્દેશ નંદીચૂર્ણિ જેટલો તો પ્રાચીન છે જ. આશ્ચર્ય તો તે વાતનું છે કે દિગંબર પરંપરાના ધવલા (પૃ.૬૫)માં તથા જયધવલા (પૃ.૮૩)માં બીજા પક્ષને માનવામાં આવ્યો છે અર્થાત્ શ્રતધરોના વિચ્છેદની ચર્ચા મુખ્યરૂપે કરવામાં આવી છે અને શ્રતધરોના વિચ્છેદમાંથી શ્રુતનો વિચ્છેદ ફલિત થતો માનવામાં આવેલ છે. પરંતુ આજનો દિગંબર સમાજ શ્રુતનો જ વિચ્છેદ માને છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે પુસ્તકમાં લખેલા આગમોનું એટલું મહત્ત્વ નથી જેટલું શ્રતધરોની સ્મૃતિમાં રહેલા આગમોનું છે.
જે રીતે ધવલામાં શ્રતધરોના વિચ્છેદની વાત કહેવામાં આવી છે તે જ રીતે તિત્વોગાલી પ્રકીર્ણકમાં શ્રુતના વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છે. તે આ પ્રમાણે
પ્રથમ ભગવાન મહાવીરથી ભદ્રબાહુ સુધીની પરંપરા આપવામાં આવી છે અને સ્થૂલભદ્ર ભદ્રબાહુ પાસે ચૌદ પૂર્વની વાચના લેવા ગયા તે વાતનો ઉલ્લેખ છે. એવો ઉલ્લેખ છે કે દસ પૂર્વધરોમાં અંતિમ સર્વમિત્ર હતા. તે પછી નિર્દિષ્ટ છે કે વીરનિર્વાણના ૧૦૦૦ વર્ષ પછી પૂર્વોનો વિચ્છેદ થયો. અહીં એ ધ્યાન આપવું જરૂરી છે કે આ જ ઉલ્લેખ ભગવતીસૂત્રમાં (૨.૮) પણ છે. તિત્વોગાલીમાં ત્યારપછી નીચે મુજબ શ્રુત વિચ્છેદની ચર્ચા કરવામાં આવી છેઈ.સ. ૭૨૩ = વીરનિર્વાણ ૧૨૫૦માં વિવાહપ્રજ્ઞપ્તિ અને છ અંગોનો વિરચ્છેદ ઈ.સ. ૭૭૩ = " ૧૩00માં સમાવાયાંગનો વિચ્છેદ ઈ.સ.૮૨૩ = " ૧૩પ૦માં ઠાણાંગનો ઈ.સ. ૮૭૩= "
૧૪00માં કલ્પ-વ્યવહારનો ” ઈ.સ.૯૭૩ = ” ૧૫૦૦માં દશાશ્રુતનો ઈ.સ.૧૩૭૩= ?” ૧૯૦૦માં સૂત્રકૃતાંગનો ઈ.સ. ૧૪૭૩= " ૨૦૦૦માં વિશાખમુનિના સમયમાં નિશીથનો વિચ્છેદ ઈ.સ. ૧૭૭૩= " ૨૩૦૦માં આચારાંગનો વિચ્છેદ ૧. નન્દીચૂર્ણિ, પૃ. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org