________________
(૪૬)
ઓછામાં ઓછું ધવલાના સમય સુધી અંગબાહ્યોના વિચ્છેદની કોઈ ચર્ચા દિગંબર સંપ્રદાયમાં હતી જ નહિ. આચાર્ય પૂજ્યપાદે શ્રુતવિવરણમાં સર્વાર્થસિદ્ધિમાં અંગબાહ્ય અને અંગોની ચર્ચા કરી છે પરંતુ તેમણે આગમવિચ્છેદની કોઈ ચર્ચા કરી નથી. આચાર્ય અકલંક કે જે ધવલાની પહેલાં થઈ ગયા તેમણે પણ અંગ કે અંગબાહ્ય આગમવિચ્છેદની કોઈ ચર્ચા કરી નથી. આથી ધવલાની ચર્ચા ઉપરથી આપણે એટલું તો કહી શકીએ છીએ કે ધવલાકારના સમય સુધી દિગંબર સંપ્રદાયમાં અંગવિચ્છેદની વાત તો હતી પરંતુ આવશ્યક વગેરે અંગબાહ્યના વિચ્છેદની કોઈ માન્યતા હતી નહિ. આથી એ સંશોધનનો વિષય છે કે અંગબાહ્યના વિચ્છેદની માન્યતા દિગંબર પરંપરામાં ક્યારથી ચાલી. ખેદ એ વાતનો છે કે ૫. કૈલાશચંદ્રજીએ આગમવિચ્છેદની ઘણી મોટી ચર્ચા પોતાની પીઠિકામાં કરી છે પરંતુ આ મૂળ પ્રશ્નની છણાવટ કર્યા વિના જ દિગંબરોની સાંપ્રતકાલીન માન્યતાનો ઉલ્લેખ કરી દીધો છે અને તેનું સમર્થન પણ કર્યું છે.
હકીકત તો એ છે કે આગમની સુરક્ષાનો પ્રશ્ન જયારે આચાર્યો સમક્ષ હતો ત્યારે દ્વાદશાંગ રૂપ ગણિપિટકની સુરક્ષાનો જ પ્રશ્ન હતો કેમ કે તે જ મૌલિક આગમો હતા. અન્ય આગમ ગ્રંથો તો સમય અને શક્તિ અનુસાર બનતા રહે છે અને લુપ્ત થતાં રહે છે. આથી આગમવાચનાનો પ્રશ્ન મુખ્ય રૂપે અંગોના વિષયમાં જ છે. તેમની જ સુરક્ષા માટે કેટલીય વાચનાઓ કરવામાં આવી છે. આ વાચનાઓ વિષયમાં પં. કૈલાશચંદ્ર જે ચિત્ર ઉપસ્થિત કર્યું છે (પીઠિકા પૃ. ૪૯૬થી) તે પર અધિક વિચાર કરવાની આવશ્યકતા છે. તે યથાસમય કરવામાં આવશે.
અહીં તો અમે વિદ્વાનોનું ધ્યાન એ વાત તરફ ખેંચવા ઇચ્છીએ છીએ કે આગમો પુસ્તકાકાર રૂપે લખવામાં આવતાં હતાં કે નહિ, અને તે ઉપરાંત પણ શ્રુત વિચ્છેદની જે વાત છે તે લિખિત પુસ્તકોની છે કે મૃત શ્રુતની? આગમો પુસ્તકો રૂપે લખવામાં આવતા હતા. તેનું પ્રમાણ અનુયોગદ્વારસૂત્ર જેટલું તો પ્રાચીન છે. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાના પ્રસંગે સ્થાપના-આવશ્યકની ચર્ચામાં પોત્થકમ્મને સ્થાપના-આવશ્યક કહેલ છે. એ જ રીતે શ્રુત વિષયમાં સ્થાપના-શ્રુતમાં પણ પોત્થકમ્પને સ્થાપના-શ્રુત કહેલ છે (અનુયોગદ્વાર સૂત્ર ૩૧, પૃ. ૩૨ અ). દ્રવ્યશ્રુતના ભેદરૂપે જ્ઞાયકશરીર અને ભવ્ય શરીર ઉપરાંત જે દ્રવ્યશ્રુતનો ભેદ છે તેમાં સ્પષ્ટરૂપે લખ્યું છે કે “પત્તપહિર્નાિહિય' (સૂત્ર ૩૭) તે પદની ટીકામાં અનુયોગદ્વારના ટીકાકારે લખ્યું છે-“પત્રણ तलतास्यादिसंबन्धीनि, तत्संघातनिष्पन्नास्तु पुस्तकाः, ततश्च पत्रकाणि च पुस्तकाच, तेषु ૧. અનુયોગની ટીકામાં લખ્યું છે-“અથવા પો€ પુરત તન્વેદ સંપુટi Jતે તત્ર વર્ષ
तन्मध्ये वर्तिकालिखितं रूपकमित्यर्थः । अथवा पोत्थं ताडपत्रादि तत्र कर्म तच्छेदनिष्पन्नं રૂપમ્' પૃ. ૧૩ અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org