________________
(૪૫)
આટલા અંશો તો અંગોમાંથી વિચ્છિન્ન થઈ ગયા તે સ્પષ્ટ છે. અંગોનાં જે પરિમાણો નિર્દિષ્ટ છે તે જોતાં અને જો તે વસ્તુસ્થિતિનાં બોધક હોય તો માનવું જોઈએ કે અંગોનો જે ભાગ ઉપલબ્ધ છે તેના કરતાં ઘણો વધુ વિલુપ્ત થઈ ગયો છે. પરંતુ અંગોનાં જે પરિમાણ બતાવવામાં આવ્યાં છે તે વસ્તુસ્થિતિનાં બોધક છે તેવું લાગતું નથી કારણ કે અધિકાંશનાં ઉત્તરોત્તર બમણાં બમણાં બતાવવામાં આવ્યાં છે, પરંતુ યથાર્થમાં તેવા જ સ્વરૂપમાં હોય તેવી સંભાવના નથી. માત્ર મહત્ત્વ દર્શાવવા ખાતર આમ કહી દેવામાં આવ્યું હોય તે વધુ સંભવ છે. આવી જ વાત દ્વીપ-સમુદ્રોનાં પરિમાણમાં પણ જોવામાં આવે છે. તે પણ ગાણિતિક સચ્ચાઈ હોઈ શકે છે પણ વાસ્તવિકતા સાથે તેનો કોઈ મેળ નથી.
દિગંબર સંપ્રદાય જે ધવલા ટીકામાં નિર્દિષ્ટ છે તદનુસાર ગૌતમ પાસેથી સકળ શ્રત (દ્વાદશાંગી અને ચૌદ પૂર્વો) લોહાર્યને મળ્યું, તેમની પાસેથી જંબૂને. આ ત્રણેય સકળ શ્રુતસાગરના પારગામી હતા. તેમની પછી ક્રમથી વિષ્ણુ વગેરે પાંચ આચાર્યો થયા જે ચૌદ પૂર્વધર હતા. અહીં એ સમજી લેવું જોઈએ કે જ્યારે તેમને ચૌદ પૂર્વધર કહ્યા છે તો તેઓ બાકીના અંગોના પણ જ્ઞાતા હતા જ. અર્થાત તેઓ પણ સકળ શ્રતધર હતા. ગૌતમ વગેરે ત્રણ પોતાના જીવનના અંતિમ વર્ષોમાં સર્વજ્ઞ પણ થયા અને આ પાંચ ન થયા, એટલો જ આ બંને વર્ગોમાં ભેદ છે.
તે પછી વિશાખાચાર્ય વગેરે અગિયાર આચાર્યો દસ પૂર્વધર થયા. તાત્પર્ય એ છે કે સકળ શ્રુતમાંથી માત્ર દસ પૂર્વ અંશના તેઓ જ્ઞાતા હતા, સંપૂર્ણના નહિ. ત્યારબાદ નક્ષત્ર વગેરે પાંચ આચાર્યો એવા થયા જે એકાદશાંગધારી હતા અને બારમા અંગનાં ચૌદ પૂર્વોના અંશધર જ હતા. એક પણ પૂર્વ તેમને સંપૂર્ણપણે જ્ઞાત ન હતું. ત્યારપછી સુભદ્ર વગેરે ચાર આચાર્યો એવા થયા જે માત્ર આચારાંગને સંપૂર્ણ રૂપમાં પરંતુ બાકીના અંગો અને પૂર્વોના એક દેશને જ જાણતા હતા. ત્યારબાદ સંપૂર્ણ આચારાંગના ધારણ કરનાર પણ કોઈ ન થયા અને માત્ર બધા અંગોના એક દેશને તથા બધા પૂર્વેના એક દેશને જાણનારા આચાર્યોની પરંપરા ચાલી. આ જ પરંપરા ધરસેન સુધી ચાલી છે.'
આ વિવરણ પરથી એટલું સ્પષ્ટ થાય છે કે સકળ શ્રતધર હોવામાં દ્વાદશાંગીનું જ્ઞાન જરૂરી છે. અંગબાહ્ય ગ્રંથોનો આધાર આ જ દ્વાદશાંગી હતી, આથી સકળ શ્રુતધર હોવામાં અંગબાહ્ય મહત્ત્વના નથી. તે પણ સ્પષ્ટ થાય છે કે આમાં ક્રમશઃ અંગધરો અર્થાત અંગવિચ્છેદની જ ચર્ચા છે. ધવલામાં જ આવશ્યક વગેરે ચૌદ અંગબાહ્યોનો ઉલ્લેખ છે, પરંતુ તેમના વિચ્છેદની ચર્ચા નથી. આનાથી એમ ફલિત થાય છે કે ૧. ધવલા, પુ. ૧, પૃ. ૬૫-૬૭; જયધવલા, પૃ. ૮૩. ૨. ધવલા, પુ. ૧, પૃ. ૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org