________________
પિંડનિર્યુક્તિ દશવૈકાલિકની ટીકા છે અને તે આચાર્ય ભદ્રબાહુની કૃતિ છે. વધુ સંભવિત એ છે કે આ ભદ્રબાહુ બીજા ભદ્રબાહુ હોય. જો એવી સ્થિતિ સિદ્ધ થાય તો તેમનો સમય પાંચમી શતાબ્દી ઠરે છે.
નંદીસૂત્ર દેવવાચકની કૃતિ છે. આથી તેનો સમય પાંચમી-છઠ્ઠી શતાબ્દી હોઈ શકે છે. અનુયોગદ્વારસૂત્રના કર્તા કોણ છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ એટલું કહી શકાય કે તે આવશ્યકસૂત્રની વ્યાખ્યા છે આથી તેની પછીનું તો છે જ. તેમાં કેટલાય ગ્રંથોનો ઉલ્લેખ છે. એમ કહી શકાય કે તે વિક્રમ પૂર્વેનો ગ્રંથ છે. આ ગ્રંથ એવો છે કે સંભવિત છે કે તેમાં કંઈ પ્રક્ષેપ થયા હોય. તેની એક સંક્ષિપ્ત વાચના પણ મળે છે.
પ્રકીર્ણકોમાં ચઉસરણ, આઉરપચ્ચખ્ખાણ અને ભત્તપરિત્રા-આ ત્રણ વીરભદ્રની રચનાઓ છે એવો એક મત છે. જો તે મત સાચો હોય તો તેમનો સમય ઈ.સ. ૯પ૧ બને છે. ગચ્છાચાર પ્રકીર્ણકનો આધાર છે–મહાનિશીથ, કલ્પ અને વ્યવહાર. આથી આ કૃતિ તેમની પછીની હોય તેમાં સંદેહ નથી.'
વાસ્તવિકતા એ છે કે એક એક ગ્રંથ લઈને તેનું બારીકાઈથી અધ્યયન કરીને તેનો સમય નિર્ધારિત કરવાનું હજુ બાકી છે. આથી જયાં સુધી એમ ન બને ત્યાં સુધી ઉપર જે સમયની ચર્ચા કરવામાં આવી છે તે કામચલાઉ સમજવી જોઈએ. કેટલાય વિદ્વાનો આ ગ્રંથોના અધ્યયનમાં લાગે ત્યારે યથાર્થ અને સર્વગ્રાહી નિર્ણય પર આવી શકાશે.
જ્યાં સુધી એવું નહિ બને ત્યાં સુધી સમય બાબતમાં ઉપર જે લખાયું છે તે માનીને આપણે આપણા સંશોધનકાર્યને આગળ વધારી શકીએ. આગમ-
વિચ્છેદનો પ્રશ્નઃ
વ્યવહારસૂત્રમાં વિશિષ્ટ આગમ-પઠનની યોગ્યતાનું જે વર્ણન છે (દશમ ઉદ્દેશક) તે પ્રસંગે નિર્દિષ્ટ આગમ તથા નંદી અને પાક્ષિક સૂત્રમાં જે આગમ-સૂચિ આપવામાં આવી છે તથા સ્થાનાંગમાં પ્રાસંગિક રૂપે જે આગમોનો ઉલ્લેખ છે – ઈત્યાદિના આધારે શ્રી કાપડિયાએ શ્વેતાંબર મત અનુસાર અનુપલબ્ધ આગમોની વિસ્તૃત ચર્ચા કરી છે. આથી અહીં વિસ્તાર અનાવશ્યક છે. નીચેના અંગઆગમોનો અંશ શ્વેતાંબર અનુસાર સાંપ્રતકાળમાં અનુપલબ્ધ છે
૧ આચારાંગનું મહાપરિજ્ઞા અધ્યયન, ર જ્ઞાતાધર્મની કેટલીક કથાઓ, ૩ પ્રશ્નવ્યાકરણનું તે રૂપ જે નંદી, સમવાયાંગ વગેરેમાં નિર્દિષ્ટ છે તથા દૃષ્ટિવાદ – ૧. કાપડિયા-કેનોનિકલ લિટરેચર, પૃ. પર. ૨. એજન, પ્રકરણ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org