________________
(૪૩)
જોડવામાં આવી છે તે નિશ્ચિત છે પરંતુ તેનાં જે દસ અધ્યયનો છે, જેમના આધારે તેનું નામ નિષ્પન્ન થયું છે, તે તો મૌલિક જ છે. આવી પરિસ્થિતિમાં તે દસ અધ્યયનોના કર્તા તો શય્યભવ છે અને જે સમય શય્યભવનો છે તે જ તેનો પણ છે. શય્યભવ વીર નિ. સં. ૭૫થી ૯૦ સુધી યુગપ્રધાનપદ ઉપર રહ્યા છે, આથી તેમનો સમય ઈ.સ.પૂ. ૪૫૨થી ૪૨૯ છે. આ જ સમય વચ્ચે દશવૈકાલિકની રચના આચાર્ય શય્યભવે કરી હશે.
ઉત્તરાધ્યયન કોઈ એક આચાર્યની કૃતિ નથી પરંતુ સંકલન છે. ઉત્તરાધ્યયનનો ઉલ્લેખ અંગબાહ્યરૂપે ધવલા (પૃ.૯૬) અને સર્વાર્થસિદ્ધિ (૧. ૨૦)માં છે. તેના પર નિર્યુક્તિ-ચૂર્ણિ ટીકાઓ પ્રાકૃતમાં લખાઈ છે. એ જ કારણે તેની સુરક્ષા પણ થઈ છે. તેનો સમય વિદ્વાનોએ માન્યો છે તે છે ઈ.સ.પૂર્વ જી-૪થી શતાબ્દી.
આવશ્યકસૂત્ર તો અંગાગમો જેટલું જ પ્રાચીન છે. જૈન નિગ્રંથો માટે પ્રતિદિન કરવાની આવશ્યક ક્રિયા સંબંધી પાઠ તેમાં છે. અંગોમાં જ્યાં સ્વાધ્યાયનો ઉલ્લેખ આવે છે ત્યાં ઘણુંખરું એમ લખેલું હોય છે કે ‘સામાડ્યાપિ પ્રાસં’િ (ભગવતીસૂત્ર ૯૩, જ્ઞાતા ૫૬, ૬૪; વિપાક ૩૩); ‘સામાથમાયારૂં ચોદ્દસપુારૂં' (ભગવતીસૂત્ર ૬૧૭, ૪૩૨; જ્ઞાતા ૦૫૪, ૫૫, ૧૩૦). આનાથી સિદ્ધ થાય છે કે અંગોની પણ પહેલાં આવશ્યકસૂત્રનું અધ્યયન કરવામાં આવતું હતું. આવશ્યકસૂત્રનું પ્રથમ અધ્યયન સામાયિક છે. આ દૃષ્ટિએ આવશ્યકસૂત્રના મૌલિક પાઠો કે જેના પર નિર્યુક્તિ, ભાષ્ય, વિશેષાવશ્યકભાષ્ય, ચૂર્ણિ વગેરે પ્રાકૃત ટીકાઓ લખવામાં આવી છે તે અંગો જેટલા પ્રાચીન હશે. અંગબાહ્ય આગમના ભેદ આવશ્યક અને આવશ્યકવ્યતિરિક્ત–એ પ્રમાણે કરવામાં આવ્યા છે. તેનાથી પણ તેનું મહત્ત્વ સિદ્ધ થાય છે. આવશ્યકના છ અધ્યયનોનાં નામો ધવલામાં અંગબાહ્યમાં ગણાવાયાં છે. આવી પરિસ્થિતિમાં આવશ્યકસૂત્રની પ્રાચીનતા સિદ્ધ થાય જ છે. આવશ્યક નિત્યપ્રતિ કરવાની ક્રિયા છે આથી જ્ઞાનવૃદ્ધિ અને ધ્યાનવૃદ્ધિ માટે તેમાં સમયે સમયે ઉપયોગી પાઠો વધતા ગયા છે. આધુનિક ભાષાના પાઠો પણ તેમાં જોડવામાં આવ્યા છે, પરંતુ મૂળ પાઠો કયા હતા તેનું તો પૃથક્કરણ પ્રાચીન પ્રાકૃત ટીકાઓના આધારે ક૨વાનું સરળ છે અને તેવું પં. શ્રી સુખલાલજીએ પોતાના ‘પ્રતિક્રમણ’ ગ્રંથમાં કર્યું પણ છે. આથી તે પાઠોના જ સમયનો વિચાર અહીં પ્રસ્તુત છે. તે પાઠોનો સમય ભગવાન મહાવીરના જીવનકાળ આસપાસ નહિ તો તેમના નિર્વાણની નજીક કે પછીની પ્રથમ શતાબ્દીમાં તો રાખી જ શકાય છે.
૧. ડોક્ટ્રીન ઓફ ધ જૈન્સ, પૃ. ૮૧.
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org