________________
(૪૨)
અંગબાહ્ય ગણાવવામાં આવ્યાં છે અને તેમના વિચ્છેદની ત્યાં કોઈ ચર્ચા નથી. ભદ્રબાહુનો સમય ઈ.સ.પૂ. ૩૫૭ની આજુબાજુ નિશ્ચિત છે. આથી તેમના દ્વારા રચાયેલ દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહારનો સમય પણ તે જ હોવો જોઈએ. નિશીથ આચારાંગની ચૂલા છે અને કોઈ કાળે તેને આચારાંગથી પૃથફ કરવામાં આવેલ છે. તેના પર પણ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ વગેરે ટીકાઓ છે. ધવલા (પૃ. ૯૬)માં અંગબાહ્ય રૂપે તેનો ઉલ્લેખ છે અને તેના વિચ્છેદની કોઈ ચર્ચા તેમાં નથી. આથી તેના વિચ્છેદની કોઈ કલ્પના કરી શકાતી નથી. ડૉ. જેકોબી અને શુબિંગ અનુસાર પ્રાચીન છેદસૂત્રોનો સમય ઈ.સ.પૂ. ૪થીનો અંત અને ૩જીનો પ્રારંભ માનવામાં આવેલ છે તે ઉચિત જ છે. જીવકલ્પ આચાર્ય જિનભદ્રની કૃતિ હોવાથી તેનો પણ સમય નિશ્ચિત જ છે. તે સ્વતંત્ર ગ્રંથ નથી પરંતુ પૂર્વોક્ત છેદગ્રંથોના સારરૂપ છે. આચાર્ય જિનભદ્રના સમયના નિર્ધારણ માટે વિશેષાવશ્યકની જેસલમેરની એક પ્રતિના અંતમાં જે ગાથા આપવામાં આવી છે તે ઉપયોગી સાધન છે. તેમાં શક સંવત ૧૩૧નો ઉલ્લેખ છે. તદનુસાર ઈ.સ. ૬૦૯ બને છે. આનાથી એટલું સિદ્ધ થાય છે કે જિનભદ્રનો સમય તે પછી તો કોઈ પણ સ્થિતિમાં ઠરાવી શકાય નહિ. ગાથામાં જે શકસંવતનો ઉલ્લેખ છે તે સંભવ છે કે તે પ્રતિના કોઈ સ્થળે રાખવા માટેનો છે. આથી સ્પષ્ટ છે કે તે તે સમય પૂર્વે રચાઈ ગયું હતું. આથી તેની આજુબાજુનો સમય જતકલ્પની રચના માટે પણ માની શકાય
મહાનિશીથનું જે સંસ્કરણ પ્રાપ્ત છે તે આચાર્ય હરિભદ્ર દ્વારા ઉદ્ધાર કરાયેલ છે. આથી તેનો સમય પણ આચાર્ય હરિભદ્રના સમય સાથે ગણાશે. આચાર્ય હરિભદ્રના સમયનું નિર્ધારણ અનેક પ્રમાણો વડે આચાર્ય જિનવિજયજીએ કર્યું છે અને તે છે ઈ.સ. ૭૦૦થી ૮૦૦ની વચ્ચેનો.
મૂલસૂત્રોમાંનાં દશવૈકાલિકની રચના આચાર્ય શäભવે કરી છે અને તે સાધુઓના નિત્ય સ્વાધ્યાયના કામમાં આવે છે તેથી તેનો વિચ્છેદ સંભવિત ન હતો. અપરાજિતસૂરિએ સાતમ-આઠમી શતાબ્દીમાં તેની ટીકા પણ લખી હતી. તે પહેલાં નિર્યુક્તિ, ચૂર્ણિ વગેરે ટીકાઓ પણ તેના પર લખવામાં આવી છે. પાંચમી-છઠ્ઠી શતાબ્દીમાં થનારા આચાર્ય પૂજયપાદે (સર્વાર્થસિદ્ધિ, ૧. ૨૦) પણ દશવૈકાલિકનો ઉલ્લેખ કર્યો છે અને તેને પ્રમાણ માનવું જોઈએ એવું પણ કહ્યું છે. તેના વિચ્છેદની કોઈ ચર્ચા તેમણે કરી નથી. ધવલા (પૃ. ૯૬)માં પણ અંગબાહ્યરૂપે દશવૈકાલિકનો ઉલ્લેખ છે અને તેના વિચ્છેદની કોઈ ચર્ચા નથી. દશવૈકાલિકમાં ચૂલાઓ બાદમાં ૧. ડોક્ટીન ઓફ ધ જૈન્સ, પૃ. ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org