________________
(૪૧)
આગમોમાં અંગબાહ્ય ગ્રંથો પણ સામેલ થયા છે અને તે તો ગણધરોની રચના નથી. આથી તેમના સમયનું નિર્ધારણ જેવી રીતે અન્ય આચાર્યોના ગ્રંથોનો સમય નિર્ધારિત કરવામાં આવે છે તેવી રીતે જ થવું જોઈએ. અંગબાહ્યોનો સંબંધ વાચનાઓ સાથે પણ નથી અને સંકલન સાથે પણ નથી. તેમાં જે ગ્રંથોના કર્તાની નિશ્ચિત રૂપે જાણકારી છે તેમનો સમય કર્તાના સમય વડે નિશ્ચિત થવો જોઈએ. વાચના, સંકલના અને લેખન જે આગમોના થયાં તેમની સાથે જોડી આ અંગબાહ્ય ગ્રંથોના સમયને પણ અનિશ્ચિત કોટીમાં નાખી દેવો તે અન્યાય છે અને તેમાં સચ્ચાઈ પણ નથી.
અંગબાહ્યોમાં પ્રજ્ઞાપનાના કર્તા આર્યશ્યામ છે. આથી આર્યશ્યામનો જે સમય છે તે જ તેનો રચનાસમય છે. આર્યશ્યામને વીરનિર્વાણ સંવત ૩૩૫માં યુગપ્રધાન પદ મળ્યું અને તેઓ ૩૭૬ સુધી યુગપ્રધાન રહ્યા. આથી પ્રજ્ઞાપના આ જ સમયની રચના છે, તેમાં સંદેહને સ્થાન નથી. જેવી રીતે ષટ્રખંડાગમ વગેરે ગ્રંથો છે તેવી રીતે પ્રજ્ઞાપના આદિથી અંત સુધી એક વ્યવસ્થિત રચના છે. તો એવું શું કારણ છે કે તેનો રચનાકાળ જે તેના કર્તાનો કાળ છે તે જન માનવામાં આવે અને તેના કાળને વલભીના લેખનકાળ સુધી ખેંચવામાં આવે? આથી પ્રજ્ઞાપનાનો રચનાકાળ ઈ.સ.પૂ. ૧૯૨થી ઈ.સ.પૂ. ૧૫૧ વચ્ચેનો નિશ્ચિત માનવો જોઈએ.
ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને જંબૂઢીપપ્રજ્ઞપ્તિ–આ ત્રણે પ્રજ્ઞપ્તિઓ પ્રાચીન છે તેમાં પણ સંદેહને સ્થાન નથી. દિગંબર પરંપરાએ દૃષ્ટિવાદના પરિકર્મમાં આ ત્રણે પ્રજ્ઞપ્તિઓનો સમાવેશ કર્યો છે અને દૃષ્ટિવાદના અંશનો અવિચ્છેદ પણ માન્યો છે. આથી એ જ વધુ સંભવિત છે કે આ ત્રણે પ્રજ્ઞપ્તિઓ વિચ્છિન્ન ન થઈ હોય. તેમનો ઉલ્લેખ શ્વેતાંબરોના નંદી વગેરેમાં પણ મળે છે. આથી એ તો માની જ શકાય છે કે આ ત્રણેની રચના શ્વેતાંબર-દિગંબરના મતભેદોની પહેલાં જ થઈ ચૂકી હતી. આ દૃષ્ટિએ તેમની રચનાસમય વિક્રમના પ્રારંભની પછી આવી શકે નહિ. બીજી વાત એ પણ છે કે સૂર્ય-ચંદ્રપ્રજ્ઞપ્તિમાં જે જ્યોતિષની ચર્ચા છે તે ભારતીય પ્રાચીન વેદાંગોની જેવી છે. પાછળથી જે જ્યોતિષનો વિકાસ થયો છે તે તેમાં નથી. આવી પરિસ્થિતિમાં તેનો સમય વિક્રમ પૂર્વે જ હોઈ શકે છે, પછી નહિ.
છેદસૂત્રોમાં દશાશ્રુત, બૃહત્કલ્પ અને વ્યવહારસૂત્રોની રચના ભદ્રબાહુએ કરી હતી. તેમની ઉપર પ્રાચીન નિર્યુક્તિ-ભાષ્ય વગેરે પ્રાકૃત ટીકાઓ પણ લખાઈ છે. આથી તેમના વિચ્છેદની કોઈ કલ્પના કરવી ઉચિત નથી. ધવલામાં કલ્પ-વ્યવહારને
૧. અત્યારે ઉપલબ્ધ ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં કોઈ તફાવત જણાતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org