________________
(૪૦) અંશો એવા છે જે મૌલિક છે. આથી સમગ્ર આગમસાહિત્યનો રચનાસમય એક નથી. તે તે આગમનું પરીક્ષણ કરીને કાળનિર્ણય કરવો જરૂરી છે. સામાન્ય રીતે વિદ્વાનોએ અંગ-આગમોનો કાળ, પ્રક્ષેપો છોડીને, પાટલિપુત્રની વાચનાના કાળને માન્યો છે. પાટલિપુત્રની વાચના ભગવાન મહાવીર પછી છઠ્ઠા આચાર્ય ભદ્રબાહુના સમયમાં થઈ અને તેમનો કાળ છે ઈ.સ. પૂ. ૪થી શતાબ્દીનો બીજો દશક.' ડૉ. જેકોબીએ છંદ વગેરેની દૃષ્ટિએ અધ્યયન કરીને એવો નિર્ણય ર્યો હતો કે કોઈ પણ હાલતમાં આગમોનો પ્રાચીન અંશ ઈ.સ.પૂ. ૪થી શતાબ્દીના અંતથી માંડી ઈ.સ.પૂ. ૩જી શતાબ્દીના પ્રારંભથી પ્રાચીન ઠરતો નથી. આમ બધી રીતે આપણે એટલું તો માની જ શકીએ કે આગમોનો પ્રાચીન અંશ ઈ.પૂર્વનો છે. તેમને દેવર્ધિના કાળ સુધી લાવી શકાશે નહિ.
આગમોનો લેખનકાળ ઈ.સ. ૪પ૩ (મતાંતરે ઈ.સ. ૪૬૬) માનવામાં આવે છે. વલભીમાં તે સમયે કેટલાં આગમો લેપબદ્ધ કરવામાં આવ્યાં તેની કોઈ સૂચના મળતી નથી પરંતુ એટલી તો કલ્પના કરી શકાય છે કે અંગ-આગમોનું પ્રક્ષેપો સાથેનું આ અંતિમ સ્વરૂપ હતું. આથી અંગોના પ્રક્ષેપોની આ જ અંતિમ મર્યાદા હોઈ શકે છે. પ્રશ્નવ્યાકરણ જેવા સર્વથા નૂતન અંગની વલભી-લેખન સમયે કઈ સ્થિતિ હતી તે એક સમસ્યા જ બની રહેશે. તેનો હલ હમણાં તો કંઈ દેખાતો નથી.
કેટલાક વિદ્વાનો આ લેખનના કાળનું અને અંગ-આગમોના રચનાકાળનું સંમિશ્રણ કરી નાખે છે અને આ જ લેખનકાળને રચનાકાળ પણ માની લે છે. આ તો એવી જ વાત થઈ કે જેવી રીતે કોઈ હસ્તપ્રતનો લેખનકાળ જોઈને તેને જ રચનાકાળ પણ માની લે. આમ માનવાથી તો સમગ્ર વૈદિક સાહિત્યના કાળનો નિર્ણય જે નિયમોના આધારે કરવામાં આવ્યો છે તે નહિ થાય અને હસ્તપ્રતોના આધારે જ કરવો પડશે. સાચી વાત તો એ છે કે જેવી રીતે વૈદિક સાહિત્ય શ્રત છે તેવી જ રીતે જૈન આગમોનો અંગ વિભાગ પણ શ્રત છે. આથી તેના કાળનિર્ણય માટે તે જ નિયમોનો ઉપયોગ જરૂરી છે જે નિયમોનો વૈદિક વાયના કાળનિર્ણયમાં ઉપયોગ કરવામાં આવે છે. અંગ-આગમો ભગવાન મહાવીરનો ઉપદેશ છે અને તેના આધારે તેમના ગણધરોએ અંગોની રચના કરી છે. આથી રચનાનો પ્રારંભ તો ભગવાન મહાવીરના સમયથી જ માની શકાય છે. તેમાં જે પ્રક્ષેપો હોય તેમને અલગ કરી તેમનો સમયનિર્ણય અન્ય આધારો દ્વારા કરવો જોઈએ. ૧. ડોક્ટીન ઓફ ધ જૈન્સ, પૃ. ૭૩. ૨. સેક્રેડબુક્સ ઓફ ધ ઈસ્ટ, ૨૨, પ્રસ્તાવના પૃ. ૩૧થી; ડોક્ટીન ઓફ ધજૈન્સ, પૃ. ૭૩, ૮૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org