________________
""
27
,,
(૪) પિંડનિર્યુક્તિ
""
""
97
(૫) ઓધનિર્યુક્તિ
33
17
',
(૬) પાક્ષિકસૂત્ર
""
""
""
33
Jain Education International
""
(૩૯)
વૃત્તિ સ્વોપશ
વૃત્તિ (કોટ્યાચાર્ય) ૧૩૭૦૦ વૃત્તિ (હેમચન્દ્ર) ૨૮૦૦૦, ૨૮૯૭૬
૭૬૯૧
શિષ્યહિતા (વીરગણિ=સમુદ્રઘોષ) વૃત્તિ (માણિક્યશેખર) અવસૂરિ (ક્ષમારત્ન)
૧૪૬૦, ગા૦ ૧૧૬૨, ગા૦ ૧૧૫૪,
ગા ૧૧૬૫, ગા૦ ૧૧૬૪
ટીકા (દ્રોણ૦) સહ ૭૩૮૫, ૮૩૮૫ ટીકા (દ્રોણ૦) ૬૫૬૪ અવસૂરિ (જ્ઞાનસાગર) ૩૪૦૦
વૃત્તિ (યશોદેવ) ૨૭૦૦ અવસૂરિ ૬૨૧, ૧૦૦૦
આગમો અને તેમની ટીકાઓના પરિમાણના ઉપરોક્ત નિર્દેશથી એ વાત જાણી શકાય છે કે આગમસાહિત્ય કેટલું વિસ્તૃત છે. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કલ્પસૂત્ર તથા આવશ્યકસૂત્ર-આટલાની ટીકાઓની સૂચિ પણ ખાસી લાંબી છે. સહુથી વધુ ટીકાઓ લખાઈ છે કલ્પસૂત્ર અને આવશ્યકસૂત્ર ૫૨. આનાથી આ સૂત્રોનું વિશેષ પઠન-પાઠન સૂચિત થાય છે. જ્યારથી પર્યુષણમાં સંઘ સમક્ષ કલ્પસૂત્રનાં વાચનની પ્રતિષ્ઠા થઈ છે, ત્યારથી આ સૂત્રનો અત્યધિક પ્રચાર થયો. આવશ્યક તો નિત્યક્રિયાનો ગ્રંથ હોવાથી તેના પર અધિક ટીકાઓ લખવામાં આવે તે સ્વાભાવિક છે.
આગમોનો સમય ઃ
આધુનિક વિદેશી વિદ્વાનોએ એ વાત માની છે કે ભલે દેવર્ષિએ પુસ્તક-લેખન કરીને આગમોનું સુરક્ષા-કાર્ય આગળ વધાર્યું પરંતુ તેઓ, જેવું કેટલાક જૈન આચાર્યો પણ માને છે, તેમના કર્તા નથી. આગમો તો પ્રાચીન જ છે. તેઓએ તેમને અત્રતત્ર વ્યવસ્થિત કર્યાં. આગમોમાં કેટલોક અંશ પ્રક્ષિપ્ત હોઈ શકે છે પરંતુ તે પ્રક્ષેપના કારણે સમગ્ર આગમસાહિત્યનો સમય દેવર્ષિનો સમય થઈ જતો નથી. તેમાં કેટલાય
૧
૧. જુઓ—સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ, ભાગ ૨૨ની પ્રસ્તાવના, પૃ. ૩૯માંનું જેકોબીનું કથન
For Private & Personal Use Only
www.jainelibrary.org