________________
(૨૯)
પૂર્વોક્ત ગાથા (નં. ૬૦) નિર્દિષ્ટ છે. ત્યારપછી દેવિંદત્થય વગેરે પ્રકીર્ણકની તપસ્યાનો નિર્દેશ કરીને ઇસિભાસિયનો ઉલ્લેખ છે. એ મત પણ ઉલ્લિખિત છે કે જેના અનુસાર ઇસિભાસિયનો સમાવેશ ઉત્તરાધ્યયનમાં થઈ જાય છે (ગાથા ૬૨, પૃ. ૬૨). અંતમાં સામાચારીવિષયક પરંપરાભેદને જોઈને શંકા ન કરવી જોઈએ એવો પણ ઉપદેશ છે (ગાથા ૬૬).
જિનપ્રભના સમય સુધી સાંપ્રતકાળમાં પ્રસિદ્ધ વર્ગીકરણ સ્થિર થઈ ગયું હતું તેનો ડુપુરાવો ‘વાયાવિહો’ના ઉત્થાનમાં તેમણે જે વાક્ય આપ્યું છે તેનાથી મળે છે—‘વં कप्पतिच्चाइविहिपुरस्सरं साहू समाणियसयलजोगविही मूलग्गन्थ नन्दिअणुओगदारઉત્તરાયળ-ફસિમાપ્તિય-બંગ-૩વંગ-પાય-છેયાર્થગામે વાડ્બ્બા'' —પૃ. ૬૪. આનાથી એ પણ પત્તો લાગે છે કે ‘મૂલ’માં આવશ્યક અને દશવૈકાલિક એ બે જ સામેલ હતા. આ સૂચિમાં ‘મૂલગ્રંથ’ એવો ઉલ્લેખ છે પરંતુ પૃથક્ રૂપે આવશ્યક અને દશવૈકાલિકનો ઉલ્લેખ નથી—તેનાથી આની સૂચના મળે છે.
જિનપ્રભે પોતાના સિદ્ધાન્તાગમસ્તવમાં વર્ગોના નામની સૂચના નથી આપી પરંતુ વિધિમાર્ગપ્રપામાં આપી છે. એનું કારણ એ પણ હોઈ શકે કે જ્યારે તેમણે વિધિમાર્ગપ્રપા લખી ત્યારે તેમની જ તે સૂઝ હોય. જિનપ્રભનો લેખનકાળ સુદીર્ઘ હતો તે તેમના વિવિધ તીર્થકલ્પની રચનાથી જણાઈ આવે છે. તેની રચના તેમણે ઈ.સ. ૧૨૭૦માં શરૂ કરી અને ઈ.સ.૧૩૩૨માં તેને પૂર્ણ કરી એ વચ્ચે તેમણે ઈ.સ.૧૩૦૬માં વિધિમાર્ગપ્રપા લખી છે. સ્તવન સંભવ છે કે તેનાથી પ્રાચીન હશે. ઉપલબ્ધ આગમો અને તેમની ટીકાઓનું પરિમાણ :
સમવાય અને નંદીસૂત્રમાં અંગોની જે પદસંખ્યા આપી છે તેમાં પદથી શું અભિપ્રેત છે તે ઠીક ઠીક સમજાતું નથી અને ઉપલબ્ધ આગમોમાં પદસંખ્યાનો મેળ પણ નથી. દિગંબર ખ઼ડાગમમાં ગણિતના આધારે સ્પષ્ટીકરણ કરવાનો જે પ્રયત્ન છે તે પણ કાલ્પનિક જ છે, તથ્યની સાથે તેનો કોઈ સંબંધ દેખાતો નથી.
આથી હવે ઉપલબ્ધ આગમોનું શું પરિમાણ છે તેની ચર્ચા કરવામાં આવે છે. આ સંખ્યાઓ હસ્તપ્રતિઓમાં ગ્રંથાગ્ર રૂપે નિર્દિષ્ટ થઈ છે. તેનું તાત્પર્ય હોય છે—૩૨ અક્ષરોના શ્લોકો. લિપિકાર પોતાનું લેખન પારિશ્રામિક લેવા માટે ગણીને મોટા ભાગે અંતમાં આ સંખ્યા આપે છે. ક્યારેક ગ્રંથકાર પોતે પણ આ સંખ્યાનો નિર્દેશ કરે છે.
૧. જૈ. સા. સં. ઇ., પૃ. ૪૧૬.
૨. નૈ. સા. રૂ. પૂર્વીાિ, પૃ. ૬૨૬; પત્નુંડાગમ, પુ. ૨૩, પૃ. ૨૪૭-૨૬૪.
૩. ક્યારેક ક્યારેક ધૂર્ત લિપિકારો સંખ્યા ખોટી પણ લખી નાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org