________________
(૨૮) આચાર્ય જિનપ્રભે મતાંતરનો પણ ઉલ્લેખ કર્યો છે કે ““મઇ પુળ વં૫ત્તિ सूरपण्णत्तिं च भगवईउवंगे भणंति । तेसिं मएण उवासगदसाईण पंचण्हमंगाणं उवंगं નિરયાવત્રિયાસુવિંધો’’–પૃ. ૧૭.
આ મતનું ઉત્થાન આ કારણે થયું હશે કે જ્યારે ૧૧ અંગો ઉપલબ્ધ છે અને બારમું અંગ ઉપલબ્ધ જ નથી તો તેના ઉપાંગની આવશ્યકતા નથી. આથી કરી ભગવતીના બે ઉપાંગો માની ૧૧ અંગ અને ૧૨ ઉપાંગની સંગતિ બેસાડવાનો આ પ્રયત્ન છે. અંતમાં શ્રીચંદ્રની સુખબોધા સામાચારીમાં મળતી ગાથા ઉદ્ભૂત કરીને “૩ાવિદી’ની સમાપ્તિ કરી છે.
ત્યારપછી “સંપર્ય પUMI'—એ ઉલ્લેખ સાથે ૩૩ નંદી, ૩૪ અનુયોગદારાઇ, ૩પ દેવિંદWય, ૪૬ તંદુવેયાલિય, ૩૭ મરણસમાહિ, ૩૮ મહાપચ્ચખાણ, ૩૯ આઉરપચ્ચખાણ, ૪૦સંથારય, ૪૧ ચંદાવિન્ઝય, ૪ર ભત્તપરિણા, ૪૩ ચઉસરણ, ૪૪ વીરસ્થય, ૪૫ ગણિવિજા, ૪૬ દીવસાગરપણત્તિ, ૪૭ સંગહણી, ૪૮ ગચ્છાયાર, ૪૯ દીવસાગરપત્તિ, ૫૦ ઇસિભાસિયાઇં–આ બધાનો ઉલ્લેખ કરીને “પUવિહીની સમાપ્તિ કરી છે. આનાથી સૂચિત થાય છે કે તેમના મતમાં ૧૮ પ્રકીર્ણકો હતા. અંતમાં મહાનિસીહનો ઉલ્લેખ હોવાથી કુલ ૫૧ ગ્રંથોનો જિનપ્રભે ઉલ્લેખ કર્યો છે.'
જિનપ્રભે સંગ્રહરૂપ જોગવિહાણ નામક ગાથાબદ્ધ પ્રકરણનું પણ ઉદ્ધરણ પોતાના ગ્રંથમાં આપ્યું છે–પૃ. ૬૦. આ પ્રકરણમાં પણ સંખ્યાંક આપીને અંગોના નામ આપવામાં આવ્યા છે. યોગવિધિક્રમમાં આવસ્મય અને દસયાલિયનો સર્વપ્રથમ ઉલ્લેખ કર્યો છે અને ઓઘ તથા પિંડનિર્યુક્તિનો સમાવેશ એમાં જ થાય છે એવી સૂચના પણ આપી છે (ગાથા ૭, પૃ. ૫૮). ત્યારપછી નંદી અને અનુયોગનો ઉલ્લેખ કરીને ઉત્તરાધ્યયનનો નિર્દેશ કર્યો છે. તેમાં પણ સમવાયાંગ બાદ દસા-કપ્પ-વવહારનિસીહનો ઉલ્લેખ કરીને તેમની જ “છેદસૂત્ર' એવી સંજ્ઞા પણ આપી છે–ગાથા ૨૨, પૃ. ૫૯. ત્યાર પછી જયકપ્પ અને પંચકપ્પ (પણકખ)નો ઉલ્લેખ હોવાથી પ્રકરણકારના સમય સુધી સંભવ છે કે તેમને છેદસૂત્રના વર્ગમાં સમ્મિલિત ન કરવામાં આવ્યા હોય. પંચકલ્પ પછી ઓવાઇય વગેરે ચાર ઉપાંગોની વાત કહીને વિવાહપણત્તિથી માંડી વિવાગ અંગોનો ઉલ્લેખ છે. ત્યારપછી ચાર પ્રજ્ઞપ્તિસૂર્યપ્રજ્ઞપ્તિ વગેરે નિર્દિષ્ટ છે. ત્યાર પછી નિરયાવલિયાનો ઉલ્લેખ કરીને ઉપાંગદર્શક
૧. ગચ્છાચાર પછી – “ફુન્ના પણ If” એવો ઉલ્લેખ હોવાથી કેટલાક અન્ય પણ
પ્રકીર્ણકો હશે જેનો ઉલ્લેખ નામપૂર્વક કરવામાં આવ્યો નથી–પૃ. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org