________________
(૨૩) આ પરથી અત્યારે એટલું તો કહી જ શકાય કે આવશ્યક નિર્યુક્તિના સમયમાં છેદસુત્તનો વર્ગ જુદો થઈ ગયો હતો.
કુવલયમાલા જે તા. ૭-૩-૭૮૯ ઈ.સ.માં સમાપ્ત થઈ, તેમાં જે વિવિધ ગ્રંથો અને વિષયોનું શ્રમણો ચિંતન કરતા હતા તેમાંના કેટલાકનાં નામ ગણાવાયાં છે. તેમાં સૌ પ્રથમ આચારથી માંડી દષ્ટિવાદ સુધીના અંગોનાં નામો છે. ત્યારપછી પ્રજ્ઞાપના, સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રજ્ઞપ્તિનો ઉલ્લેખ છે. ત્યારપછી આ ગાથાઓ છે –
अण्णाइ य गणहरभासियाइं सामण्णकेवलिकयाई । पच्चेयसयंबुद्धेहिं विरइयाइं गुणेति महरिसिणो । कत्थइ पंचावयवं दसह च्चिय साहणं परूवेंति । पच्चक्खमणुमाणपमाणचउक्कयं च अण्णे वियारेति ।। भवजलहिजाणवत्तं पेम्ममहारायणियलणिद्दलणं । कम्मट्ठगंठिवज्जं अण्णे धम्म परिकहेंति ॥ मोहंधयाररविणो परवायकुरंगदरियकेसरिणो । णयसयखरणहरिल्ले अण्णे अह वाइणो तत्थ ।। लोयालोयपयासं दूरंतरसण्हवत्थुपज्जोयं । केवलिसुत्तणिबद्धं णिमित्तमण्णे वियारंति ॥ णाणाजीवुप्पत्ती सुवण्णमणिरयणधाउसंजोयं । जाणंति जणियजोणी जोणीणं पाहुडं अण्णे ॥ ललियवयणत्थसारं सव्वालंकारणिव्वडियसोहं । अमयप्पवाहमहुरं अण्णे कव्वं विइंतंति ।। बहुतंतमंतविज्जावियाणया सिद्धजोयजोइसिया ।
अच्छंति अणुगुणेता अवरे सिद्धंतसाराई॥ કુવલયમાલાગત આ વિવરણમાં એક તો એ વાત ધ્યાન આપવા યોગ્ય છે કે અંગો પછી અંગબાહ્યોનો ઉલ્લેખ છે. તેમાં અંગો ઉપરાંત જે આગમોનાં નામો છે તે માત્ર પ્રજ્ઞાપના, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનાં છે. તે પછી ગણધર, સામાન્ય કેવલી, પ્રત્યેક બુદ્ધ અને સ્વયં સંબુદ્ધ દ્વારા ભાષિત કે વિરચિત ગ્રંથોનો સામાન્ય રીતનો ઉલ્લેખ છે. તે ક્યા હતા તેમના નામપૂર્વક ઉલ્લેખ નથી. બીજી વાત એ ધ્યાન દેવા યોગ્ય છે કે
૧. ૨.
વયમાતા, પૃ. ૩૪ I વિપાકનું નામ આમાં નથી આવતું, એ લેખકની પોતાની કે લિપિકારની અસાવધાનીનું કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org