SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) આ અંગબાહ્ય ગ્રંથોની સામાન્ય સંજ્ઞા ‘પ્રકીર્ણક’ પણ હતી એવું નંદીસૂત્રના આધારે પ્રતિત થાય છે. અંગ શબ્દને ધ્યાનમાં રાખીને અંગબાહ્ય ગ્રંથોની સામાન્ય સંજ્ઞા ‘ઉપાંગ’ પણ હતી, એવું નિરયાવલિકાસૂત્રના પ્રારંભિક ઉલ્લેખ પરથી પ્રતીત થાય છે અને એ પણ પ્રતીત થાય છે કે કોઈ એક સમય એવો હતો જ્યારે નિરયાવલિયાદિ પાંચ જ ઉપાંગ માનવામાં આવતા હશે. સમવાયાંગ, નંદિ, અનુયોગ તથા પાક્ષિકસૂત્રના સમય સુધી સમગ્ર આગમના મુખ્ય વિભાગો બે જ હતા અંગ અને અંગબાહ્ય. આચાર્ય ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રભાષ્ય ના આધારે પણ એ જ ફલિત થાય છે કે તેમના સમય સુધી પણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એવા જ વિભાગો પ્રચલિત હતા. - છે સ્થાનાંગ સૂત્ર (૨૭૭)માં જે ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહેવામાં આવેલ છે તે · ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ, જંબૂઠ્ઠીપપ્રજ્ઞપ્તિ અને દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ. આમાંથી જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિને છોડીને બાકીની ત્રણ કાલિક છે—એવો પણ ઉલ્લેખ સ્થાનાંગ (૧૫૨)માં છે. અંગ ઉપરાંત આચારપ્રકલ્પ (નિશીથ), (સ્થાનાંગ, ૪૩૩; સમવાયાંગ ૨૮), આચારદશા (દશાશ્રુતસ્કંધ), બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિતદશાનો પણ સ્થાનાંગ (૭૫૫)માં ઉલ્લેખ છે. પરંતુ બંધદશા વગેરે શાસ્ત્રો અનુપલબ્ધ છે. ટીકાકારના સમયમાં પણ આ જ સ્થિતિ હતી, જેથી તેમણે કહેવું પડ્યું કે આ કયા ગ્રંથો છે તે અમે જાણતા નથી. સમવાયાંગમાં ઉત્તરાધ્યયનનાં ૩૬ અધ્યયનોનાં નામ આપવામાં આવ્યા છે (સમ. ૩૬) તથા દશા-કલ્પ-વ્યવહાર આ ત્રણના ઉદ્દેશનકાળની ચર્ચા છે. પરંતુ તેમની છેદસંજ્ઞા આપવામાં આવી નથી. પ્રજ્ઞપ્તિનો એક વર્ગ અલગ હશે એવું સ્થાનાંગ પરથી જણાઈ આવે છે. કુવલયમાલા (પૃ. ૩૪)માં અંગબાહ્યમાં પ્રજ્ઞાપના ઉપરાંત બે પ્રજ્ઞપ્તિઓનો ઉલ્લેખ છે. ‘છેદ’ સંજ્ઞા ક્યારથી પ્રચલિત થઈ અને છેદમાં પ્રારંભમાં કયાં કયાં શાસ્રો સમ્મિલિત હતાં તે પણ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. પરંતુ આવશ્યકનિર્યુક્તિમાં સર્વપ્રથમ ‘છેદસુત્ત’નો ઉલ્લેખ મળે છે. તેનાથી પ્રાચીન ઉલ્લેખ હજુ સુધી મળ્યો નથી. १. एवमाइयाई चउरासीइं पइन्नगसहस्साइं ..... अहवा जस्स जत्तिया सीसा उप्पत्तियाए... चउव्विहाए બુદ્ધીણ્ વવેઞ તસ્ય તત્તિઞારૂં પળરસહસ્સારૂં...'' – નંદી, સૂ. ૪૪ ૨. તત્ત્વાર્થસૂત્રમાષ્ય, ૨. ૨૦. ૩. आव ० नि ૦ ૭૭૭; કેનોનિકલ લિટરેચર, પૃ. ૩૬માં ઉદ્ધૃત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy