________________
(૨૧) ગ્રંથો બનાવ્યા તેમનો સમાવેશ પણ, આગમની સાથે તેમનો અવિરોધ હોવાથી અને આગમાર્થની જ પુષ્ટિ કરનારા હોવાથી, આગમોમાં કરી લેવામાં આવ્યો. અંતમાં સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાતા દ્વારા ગ્રથિત ગ્રંથો પણ આગમમાં સમાવિષ્ટ એટલા માટે કરવામાં આવ્યા છે તે પણ આગમને પુષ્ટ કરનારા હતા અને તેમનો આગમ સાથે વિરોધ એટલા માટે પણ થઈ શકતો નહિ કે તે નિશ્ચિત રૂપે સમ્યફદૃષ્ટિ હતા. નીચેની ગાથા વડે આ જ વાતની સૂચના મળે છે :
सुत्तं गणधरकधिदं तहेव पत्तेयबुद्धकधिदं च । सुदकेवलिणा कधिदं अभिण्णदसपूव्वकधिदं च ॥
- મૂલાચાર ૫. ૮૦ આ પરથી કહી શકાય કે કોઈ ગ્રંથના આગમમાં પ્રવેશને માટે આ માપદંડ હતો. આથી વાસ્તવિક રીતે જયારથી દશ પૂર્વધરો રહ્યા નહિ ત્યારથી આગમની સંખ્યામાં વૃદ્ધિ થવાનું અટકી ગયું હશે એમ માની શકાય છે. પરંતુ શ્વેતાંબરોના આગમરૂપે માન્ય કેટલાક પ્રકીર્ણકગ્રંથો એવા પણ છે જે તે કાળ પછી પણ આગમમાં સમ્મિલિત કરી લેવામાં આવ્યા છે. તેમાં તે ગ્રંથોની નિર્દોષતા અને વૈરાગ્યભાવની વૃદ્ધિમાં તેમનો વિશેષ ઉપયોગ – એ જ કારણો હોઈ શકે છે અથવા કર્તા આચાર્યની તે કાળે વિશેષ પ્રતિષ્ઠા પણ કારણ હોઈ શકે છે.
જૈનાગમોની સંખ્યા જયારે વધવા લાગી ત્યારે તેમનું વર્ગીકરણ પણ જરૂરી બની ગયું. ભગવાન મહાવીરના મૌલિક ઉપદેશનો ગણધરકૃત સંગ્રહ દ્વાદશ “અંગ' કે
ગણિપિટકમાં હતો, આથી તે પોતે એક વર્ગ બની જાય અને તેનાથી બીજાને જુદા પાડવામાં આવે તે જરૂરી હતું. આથી આગમોનું જે પ્રથમ વર્ગીકરણ થયું તે અંગ અને અંગબાહ્ય તેવા આધાર પર થયું. એટલા માટે આપણે જોઈએ છીએ કે અનુયોગ (ભૂ. ૩)ના પ્રારંભમાં “અંગપવિઠ્ઠ' (અંગપ્રવિષ્ટ) અને “અંગબાહિર' (અંગબાહ્ય) એવા શ્રુતના ભેદ પાડવામાં આવ્યા છે. નંદિ (સૂ. ૪૪)માં પણ આવા જ ભેદ છે. અંગબાહિરને માટે ત્યાં “અણંગપવિટ્ટ' શબ્દ પણ પ્રયોજાયો છે (સૂ. ૪૪ના અંતમાં). અન્યત્ર નંદિ (સૂ. ૩૮)માં જ “અંગપવિઠ્ઠ” અને “અણંગપવિઠ્ઠ–એવા બે ભેદ કરવામાં આવ્યા છે.
૧. આ જ ગાથા જયધવલામાં ઉદ્ધત છે–પૃ. ૧૫૩. આ જ ભાવ વ્યક્ત કરતી ગાથા સંસ્કૃતમાં
દ્રોણાચાર્યે ઘનિર્યુક્તિની ટીકામાં પૃ. ૩પર ઉદ્ધત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org