SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) આ જે યાદી આપવામાં આવી છે તેમાં એકના બદલે ક્યારેક ક્યારેક બીજું પણ આવે છે, જેમ કે પિંડનિર્યુક્તિના સ્થાને ઓધનિયુક્તિ. દસ પ્રકીર્ણકોમાં પણ નામભેદ જોવા મળે છે. છેદમાં પણ નામભેદ છે. ક્યારેક ક્યારેક પંચકલ્પને આ વર્ગમાં સામેલ કરવામાં આવે છે.૧ પ્રાચીન ઉપલબ્ધ આગમોમાં આગમોનો જે પરિચય આપવામાં આવ્યો છે તેમાં આવો પાઠ છે :-‘‘રૂદ વસ્તુ સમળેનું માવયા મહાવીરેનું આશરેળું ત્તિસ્થરેખં... મે दुवालसंगे गणिपिडगे पण्णत्ते, तं जहा - आयारे सूयगडे ठाणे समवा वियाहपन्नत्ति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अणुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसुए दिट्टिवाए । तत्थ णं जे से चउत्थे अंगे समवाए त्ति आहिए तस्स णं अयमट्ठे પળત્તે’’ (સમવાય અંગનો પ્રારંભ) સમવાયાંગ મૂળમાં જ્યાં ૧૨ સંખ્યાનું પ્રકરણ આવે છે ત્યાં દ્વાદશાંગનો પરિચય ન આપતાં એક કોટિ સમવાય પછી તે આપવામાં આવે છે. ત્યાંનો પાઠ આ પ્રમાણે શરૂ થાય છે—જુવાનસંગે ખિપિલને પત્રત્તે, તે નહીં આયારે.... વિદ્ગિવાર્ । સે છે તું આયારે? આયારે ખં સમળાળું....'' ઇત્યાદિ ક્રમથી એક એકનો પરિચય આપવામાં આવ્યો છે. પરિચયમાં ‘‘ઝંડ્યાદ્ પમે... અંગક્રયા રોજ્વે....'' ઇત્યાદિ આપીને દ્વાદશ અંગોના ક્રમને પણ નિશ્ચિત કરી દીધો છે. પરિણામ એ આવ્યું કે જ્યાં ક્યાંય અંગોની ગણતરી કરવામાં આવી ત્યાં પૂર્વોક્ત ક્રમનું પાલન કરવામાં આવ્યું. અન્ય વર્ગોમાં જેવો વ્યુત્ક્રમ દેખાય છે તેવો દ્વાદશાંગોના ક્રમમાં જોવા મળતો નથી. C બીજી વાત ધ્યાન દેવાની એ છે કે ‘તસ્સ નં અયમટ્ટે પત્તે’’(સમવાયનો પ્રારંભ) અને ‘અંગકયાર્ પહમે’—ઇત્યાદિમાં ‘ઞ’ (અર્થ) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનું વિશેષ પ્રયોજન છે. જે આવી પરંપરા સ્થિર થઈ છે કે ‘અથૅ માસફ અરહા’ (આવનિ૰૧૯૨) તેના જ કારણે પ્રસ્તુતમાં ‘૬’—‘અર્થ’ શબ્દનો પ્રયોગ છે. તાત્પર્ય એ છે કે ગ્રંથરચના—શબ્દરચના તીર્થંકર ભગવાન મહાવીરની નથી પરંતુ ઉપલબ્ધ આગમોમાં જે ગ્રંથરચના છે, જે શબ્દોમાં આ આગમો ઉપલબ્ધ છે તેમાંથી ફલિત થનારો અર્થ કે તાત્પર્ય ભગવાન દ્વારા પ્રણીત છે. આ શબ્દો પણ ભગવાનના નથી પરંતુ આ શબ્દોનું તાત્પર્ય જે સ્વયં ભગવાને બતાવ્યું હતું તેનાથી જુદુ નથી. તેમના જ ઉપદેશના આધારે ‘‘મુર્ત્ત શ્રૃત્તિ ળહી નિકળં’” (આવનિ૰૧૯૨) – ગણધરો સૂત્રોની રચના કરે છે. સારાંશ એ છે કે ઉપલબ્ધ અંગઆગમોની રચના ગણધરોએ કરી છે . એવી પરંપરા છે. ૧. જુઓ – Prof. Kapadia–A History of the Canonical Literature of the Jainas, Chap. II. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy