________________
(૧૪) પ્રાચીન પુરાણકાળમાં થયા હતા જેમને બૌદ્ધ અને જૈન બંનેએ તીર્થકરનું પદ આપ્યું છે. બીજી વાત એ પણ ધ્યાન આપવા યોગ્ય છે કે આ અરકની ય પહેલાં બુદ્ધના મતે અરનેમિ નામે એક તીર્થંકર થયા છે. બુદ્ધે બતાવેલા અરનેમિ અને જૈન તીર્થકર અર વચ્ચે પણ કંઈક સંબંધ હોઈ શકે છે. નામસામ્ય આંશિક રૂપે છે જ અને બંનેની પૌરાણિકતા પણ માન્ય છે. બૌદ્ધ થેરગાથામાં એક અજિત થેરના નામે ગાથા છે -
मरणे मे भयं नत्थि निकन्ति नत्थि जीविते । सन्देहं निक्खिपिस्सामि सम्पजानो पटिस्सतो ।।
- થેરગાથા ૧. ૨૦. તેની અટ્ટકથામાં કહેવામાં આવ્યું છે કે તે અજિત ૯૧ કલ્પની પહેલાં પ્રત્યેકબુદ્ધ થઈ ગયા છે. જૈનોના બીજા તીર્થંકર અજિત અને આ પ્રત્યેકબુદ્ધ અજિત યોગ્યતા અને નામ ઉપરાંત પૌરાણિકતામાં પણ સામ્ય ધરાવે છે. મહાભારતમાં અજિત અને શિવનું ઐક્ય વર્ણિત છે. બૌદ્ધોના, મહાભારતના અને જૈનોના અજિત એક છે કે જુદા તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એટલું તો કહી જ શકાય કે અજિત નામે વ્યક્તિએ પ્રાચીન કાળમાં પ્રતિષ્ઠા મેળવી હતી.
બૌદ્ધ પિટકમાં નિઝ્મથ નાતપુત્તનું નામ કેટલીય વાર આવે છે અને તેમના ઉપદેશની કેટલીય વાતો એવી છે કે જેના વડે નિગ્ગથ નાતપુત્તની જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર સાથે અભિન્નતા સિદ્ધ થાય છે. આ વિષયમાં સર્વપ્રથમ ડૉ. જેકોબીએ વિદ્વાનોનું ધ્યાન દોર્યું હતું અને હવે તો એ વાત સર્વમાન્ય થઈ ગઈ છે. ડૉ. જેકોબીએ બૌદ્ધ પિટક દ્વારા જ ભગવાન પાર્શ્વનાથના અસ્તિત્વને પણ સાબિત કર્યું છે. ભગવાન મહાવીરના ઉપદેશોમાં બૌદ્ધ પિટકોમાં વારંવાર ઉલ્લેખ આવે છે કે તેમણે ચતુર્યામનો ઉપદેશ આપ્યો છે. ડૉ. જેકોબીએ આ પરથી અનુમાન કર્યું છે કે બુદ્ધના સમયમાં ચતુર્યામનો પાર્શ્વનાથ દ્વારા અપાયેલો ઉપદેશ જેવો સ્વયં જૈન ધર્મની પરંપરામાં માનવામાં આવેલ છે તેવો જ પ્રચલિત હતો. ભગવાન મહાવીરે તે ચતુર્યામના સ્થાને પાંચ મહાવ્રતનો ઉપદેશ આપ્યો હતો. આ વાત બુદ્ધ જાણતા ન હતા. આથી જ પાર્શ્વનો ઉપદેશ હતો તેને મહાવીરનો ઉપદેશ કહેવામાં આવ્યો. બૌદ્ધ પિટકના આ ભૂલભરેલા ઉલ્લેખથી જૈન પરંપરાને માન્ય પાર્થ અને તેમના ઉપદેશનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. આ રીતે બૌદ્ધ પિટક દ્વારા આપણને પાર્શ્વનાથના અસ્તિત્વના વિષયમાં પ્રબળ પ્રમાણ મળે છે. - સોરેન્સને મહાભારતના વિશેષ નામોનો કોશ બનાવ્યો છે. તેમાં જોવાથી જાણ થાય છે કે સુપાર્શ્વ, ચંદ્ર અને સુમતિ એ ત્રણ નામો એવાં છે જે તીર્થંકરોનાં નામો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org