SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) "भूतपुव्वं भिक्खवे सुनेत्तो नाम सत्था अहोसि तित्थकरो कामेसु वीतरागो.... मुगपक्ख....अरनेमि...कुद्दालक....हत्थिपाल...जोतिपाल अरको नाम सत्था अहोसि तित्थकरो कामेसु वीतरागो। अरकस्स खो पन, भिक्खवे, सत्थुनो अनेकानि सावकसतानि अहेसुं" (ભાગ ૩, પૃ. ૨૫૬-૨૫૭) આ જ પ્રસંગમાં અરકસુત્તમાં અરકનો ઉપદેશ કેવો હતો, તે પણ ભગવાન બુદ્ધ વર્ણવેલ છે. તેમનો ઉપદેશ હતો કે “અપ્પ / કવિતં મનુસ્સાનં પરિd, તદુવં વહિવુમવું बहुपायासं मन्तयं बोद्धव्वं कत्तब्बं कुसलं, चरितब्बं ब्रह्मचरियं, नत्थि जातस्स अमरणं" (પૃ. ૨૫૭) અને મનુષ્ય જીવનની આ નશ્વરતા માટે ઉપમા આપી છે કે સૂર્યના ઊગી નીકળવાથી જેમ તૃણાસ્ત્રમાં સ્થિત (ઘાસ વગેરે પર પડેલ) ઝાકળબિંદુ તરત જ નાશ પામે છે તેવી જ રીતે મનુષ્યનું આ જીવન પણ શીધ્ર મરણાધીન હોય છે. આ રીતે આ ઝાકળબિંદુની ઉપમા ઉપરાંત પાણીના પરપોટા અને પાણીમાં દંડરાજિ વગેરેનું પણ ઉદાહરણ આપીને જીવનની ક્ષણિકતા બતાવવામાં આવી છે (પૃ. ૨૫૮). અરકના આ ઉપદેશની સાથે ઉત્તરાધ્યયનગત “સમયે યમ મા પમાયા' ઉપદેશ તુલના કરવાલાયક છે (ઉત્તરા. ૧૦). તેમાં પણ જીવનની ક્ષણિકતા ઉપર ભાર આપવામાં આવ્યો છે અને અપ્રમાદી બનવાનું કહેવામાં આવેલ છે. તેમાં પણ કહ્યું છે : कुसग्गे जह ओसबिन्दुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ॥ અરકના સમય વિષયમાં ભગવાન બુદ્ધે કહ્યું છે કે અરક તીર્થકરના સમયમાં મનુષ્યોનું આયુષ્ય ૬૦ હજાર વર્ષનું હતું, પ00વર્ષની કુમારિકા પતિને યોગ્ય માનવામાં આવતી હતી. તે સમયના મનુષ્યોને માત્ર પ્રકારની પીડા થતી હતી – ઠંડી, ગરમી, ભૂખ, તરસ, મૂત્ર અને મળવિસર્જન. આ ઉપરાંત કોઈ રોગાદિની પીડા હતી નહિ. આટલું મોટું આયુષ્ય અને આટલી ઓછી પીડા છતાં પણ અરકનો ઉપદેશ જીવનની નશ્વરતાનો અને જીવનમાં બહુ દુઃખનો હતો. ભગવાન બુદ્ધ દ્વારા વર્ણવાયેલ આ અરક તીર્થંકરની વાતનો અઢારમા જૈન તીર્થકર અરની સાથે કંઈ મેળ બેસે છે કે નહિ તે વિચારણીય છે. જૈન શાસ્ત્રોના આધારે અરનું આયુષ્ય ૮૪,૦૦૦ વર્ષ માનવામાં આવેલ છે અને તેમની પછી થનારા મલ્લિ તીર્થકરનું આયુષ્ય પપ,૦૦૦ વર્ષ છે. આથી પૌરાણિક દૃષ્ટિએ વિચાર કરવામાં આવે તો અરકનો સમય અર અને મલ્લિની વચ્ચે આવે છે. આ આયુષ્યના ભેદને ન માનવામાં આવે તો એટલું કહી જ શકાય કે અર કે અરક નામે કોઈ મહાન વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001311
Book TitleAnga Agam Jain History Series 1
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy