________________
(૧૦)
જ જૈન ધર્મના અનુયાયી શ્રમણો છે. તેમનો બૌદ્ધ ગ્રંથોમાં નિગ્રંથ નામે પરિચય કરાવવામાં આવ્યો છે – આનાથી તે મતની પુષ્ટિ થાય છે કે જૈન મુનિ કે યતિને ભગવાન બુદ્ધના સમયમાં નિગ્રંથ કહેવામાં આવતા હતા અને તેઓ શ્રમણોના એક વર્ગમાં સામેલ હતા.
સારાંશ એ છે કે વેદકાળમાં જૈનોના પૂર્વજો મુનિઓ કે યતિઓમાં સામેલ હતા. તે પછી તેમનો સમાવેશ શ્રમણોમાં થયો અને ભગવાન મહાવીરના સમયમાં તેઓ નિગ્રંથ નામે વિશેષપણે પ્રસિદ્ધ હતા. જૈન નામ જૈનોની જેમ બૌદ્ધોને માટે પણ પ્રસિદ્ધ રહ્યું છે કેમ કે બંનેમાં જિનની આરાધના સમાન રૂપે થતી હતી. પરંતુ ભારતમાંથી બૌદ્ધ ધર્મના પ્રાયઃ લોપ પછી માત્ર મહાવીરના અનુયાયીઓને માટે જૈન નામ રહી ગયું જે આજ સુધી ચાલુ છે. તીર્થકરોની પરંપરાઃ
જૈન પરંપરા અનુસાર આ ભારતવર્ષમાં કાળચક્ર ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં વિભક્ત છે. પ્રત્યેકમાં છ આરા હોય છે. અત્યારે અવસર્પિણી કાળ ચાલી રહ્યો છે. તેની પહેલાં ઉત્સર્પિણી કાળ હતો. અવસર્પિણી સમાપ્ત થતાં ફરી ઉત્સર્પિણી કાળચક્ર શરૂ થશે. એ રીતે અનાદિકાળથી આ ચક્ર ચાલી રહ્યું છે અને અનંતકાળ સુધી ચાલશે. ઉત્સર્પિણીમાં બધા ભાવો ઉન્નતિ પામે છે અને અવસર્પિણીમાં હૃાસ. પરંતુ બંનેમાં તીર્થંકરોનો જન્મ થાય છે. તેમની સંખ્યા પ્રત્યેકમાં ૨૪ની માનવામાં આવી છે. તદનુસાર પ્રસ્તુત અવસર્પિણીમાં અત્યાર સુધીમાં ૨૪ તીર્થંકરો થઈ ચૂક્યા છે. અંતિમ તીર્થકર વર્ધમાન મહાવીર થયા અને પ્રથમ તીર્થકર ઋષભદેવ. આ બંનેની વચ્ચેનું અંતર અસંખ્ય વર્ષોનું છે. અર્થાતુ જૈન પરંપરા અનુસાર ઋષભદેવનો સમય ભારતીય જ્ઞાત ઇતિહાસકાળમાં આવતો નથી. તેમના અસ્તિત્વકાળની યથાર્થતા સિદ્ધ કરવાનું આપણી પાસે કોઈ સાધન નથી. આથી આપણે તેમને પૌરાણિકકાળ અંતર્ગત મૂકી શકીએ. તેમની અવધિ નિશ્ચિત કરતા નથી. પરંતુ ઋષભદેવનું ચરિત્ર જૈન પુરાણોમાં વર્ણિત છે અને તેમાં જે સમાજનું ચિત્રણ છે તે એવો છે કે તેને આપણે સંસ્કૃતિનો ઉષ:કાળ કહી શકીએ. તે સમાજમાં રાજા ન હતો, લોકોને લખતાં-વાંચતાં, ખેતી કરતાં અને હથિયાર ચલાવતાં આવડતું નહિ. સમાજમાં હજુ સુસંસ્કૃત લગ્નપ્રથાએ પ્રવેશ કર્યો ન હતો. ભાઈ-બહેન પતિ-પત્નીની માફક વ્યવહાર કરતા અને સંતાનોત્પત્તિ થતી. આ સમાજને સુસંસ્કૃત બનાવવાનો પ્રારંભ ઋષભદેવે કર્યો.
અહીં આપણને ઋગ્વદના યમ-યમી સંવાદની યાદ આવે છે. તેમાં યમી જે યમની બહેન છે તે યમ સાથે સંભોગની ઇચ્છા કરે છે પરંતુ યમે તેની વાત માની નહિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org