________________
(૯)
વેદ અને બ્રાહ્મણકાળમાં યોગની કોઈ ચર્ચા મળતી નથી. તેમાં તો યજ્ઞને જ મહત્ત્વનું સ્થાન મળ્યું છે. બીજી બાજુ જૈન-બૌદ્ધમાં યજ્ઞનો વિરોધ હતો અને યોગનું મહત્ત્વ. આવી પરિસ્થિતિમાં જો જૈન ધર્મને તથાકથિત સિંધુ સંસ્કૃતિ સાથે પણ સંબદ્ધ કરવામાં આવે તો તે ઉચિત ઠરશે.
હવે પ્રશ્ન એ છે કે વેદકાળમાં તેનું નામ શું રહ્યું હશે? આર્યોએ જેમની સાથે યુદ્ધ કર્યું તેમને દાસ, દસ્યુ જેવાં નામો આપ્યાં છે. પરંતુ તેનાથી આપણું કામ સરતું નથી. આપણે તો તે શબ્દ જોઈએ જેનાથી તે સંસ્કૃતિનો બોધ થતો હોય, જેમાં યોગપ્રક્રિયાનું મહત્ત્વ હોય. આ દાસ-દસ્યઓ પુરોમાં રહેતા હતા અને તેમના પુરોનો નાશ કરીને આર્યોના નાયક ઈન્દ્ર પુરંદરની પદવી પ્રાપ્ત કરી હતી. એ જ ઈન્દ્ર યતિઓ અને મુનિઓની પણ હત્યા કરી હતી તેવો ઉલ્લેખ મળે છે (અથર્વ, ર. ૫. ૩). અધિક સંભવિત એ જ છે કે આ મુનિ અને યતિ શબ્દો તે મૂળ ભારતના નિવાસીઓની સંસ્કૃતિના સૂચક છે અને આ જ શબ્દોની વિશેષ પ્રતિષ્ઠા જૈન સંસ્કૃતિમાં પ્રારંભથી જ જોવામાં પણ આવે છે. આથી જો જૈન ધર્મનું પ્રાચીન નામ યતિધર્મ કે મુનિધર્મ માનવામાં આવે તો તેમાં આપત્તિની કોઈ વાત નહિ હોય. યતિ કે મુનિધર્મદીર્ઘકાળના પ્રવાહમાં વહેતો વહેતો અનેક શાખા-પ્રશાખાઓમાં વિભક્ત થઈ ગયો હતો. એ જ હાલ વૈદિકોનાં પણ હતાં. પ્રાચીન જૈન અને બૌદ્ધ શાસ્ત્રોમાં ધર્મોના વિવિધ પ્રવાહોને સૂત્રબદ્ધ કરીને શ્રમણ અને બ્રાહ્મણ આ બે વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. તેમાં બ્રાહ્મણ તો તેઓ છે કે જે વૈદિક સંસ્કૃતિના અનુયાયીઓ છે અને બાકીના બધાનો સમાવેશ શ્રમણોમાં થતો હતો. આથી આ દૃષ્ટિએ આપણે કહી શકીએ કે ભગવાન મહાવીર અને બુદ્ધના સમયમાં જૈન ધર્મનો સમાવેશ શ્રમણવર્ગમાં થતો હતો.
ઋગ્વદ (૧૦.૧૩૬.૨)માં “વાતરશના મુનિ'નો ઉલ્લેખ થયો છે, જેનો અર્થ છે નગ્ન મુનિ. અને આરણ્યકોમાં આવતાં તો “શ્રમણ” અને “વાતરશના”નું એકીકરણ પણ ઉલ્લિખિત છે. ઉપનિષદોમાં તાપસ અને શ્રમણોને એક બતાવવામાં આવ્યા છે (બૃહદા ૦૪. ૩. ૨૨). આ બધાનો એક સાથે વિચાર કરીએ તો શ્રમણોની તપસ્યા અને યોગની પ્રવૃત્તિ સમજાય છે. ઋગ્વદના વાતરશના મુનિ અને યતિ પણ તેઓ જ હોઈ શકે છે. આ દૃષ્ટિએ પણ જૈન ધર્મનો સંબંધ શ્રમણ-પરંપરા સાથે સિદ્ધ થાય છે અને આ શ્રમણ-પરંપરાનો વિરોધ બ્રાહ્મણ-પરંપરાથી ચાલ્યો આવે છે, તેની સિદ્ધિ ઉક્ત વૈદિક તથ્યથી પણ થાય છે કે ઇન્દ્ર યતિઓ અને મુનિઓની હત્યા કરી તથા પતંજલિના તે વક્તવ્યથી પણ થાય છે જેમાં કહેવામાં આવ્યું છે કે શ્રમણો અને બ્રાહ્મણોનો શાશ્વત વિરોધ છે (પાતંજલ મહાભાષ્ય ૫. ૪. ૯). જૈન શાસ્ત્રોમાં પાંચ પ્રકારના શ્રમણો ગણાવવામાં આવ્યા છે તેમાં એક નિગ્રંથ શ્રમણોનો પ્રકાર છે – આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org