________________
મહાપુરુષો જેટલા પણ થઈ ગયા છે તેઓ મુખ્યત્વે પૂર્વ ભારતનું જ પ્રદાન છે. જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે સહજપણે જ અનુમાન થાય છે કે પૂર્વ ભારતનો આ ધર્મજ જૈન ધર્મના ઉદયનું કારણ બની શકે છે, કે જેણે વૈદિક ધર્મને પણ નવું રૂપ આપ્યું અને હિંસક તથા ભૌતિક ધર્મને અહિંસા અને આધ્યાત્મિકતાનો નવો પાઠ ભણાવ્યો.
જ્યાં સુધી પશ્ચિમી વિદ્વાનોએ માત્ર વેદ અને વૈદિક સાહિત્યનું અધ્યયન કર્યું હતું અને જ્યાં સુધી સિંધુ સંસ્કૃતિને પ્રકાશમાં લાવનાર ખોદકામ થયું ન હતું ત્યાં સુધી – ભારતમાં જે કંઈ સંસ્કૃતિ છે તેનું મૂળ વેદમાં જ હોવું જોઈએ – એવું પ્રતિપાદન તેઓ કરતા રહ્યા. પરંતુ જ્યારથી મોહન-જો-દરો અને હડપ્પાનું ખોદકામ થયું છે ત્યારથી પશ્ચિમના વિદ્વાનોએ પોતાનો મત બદલ્યો છે અને વેદ ઉપરાંત વેદથી પણ ચડિયાતી વેદપૂર્વકાલીન ભારતીય સંસ્કૃતિ હતી – એવા પરિણામ પર પહોંચ્યા છે. અને હવે તો તે તથાકથિત સિંધુ સંસ્કૃતિના અવશેષો પ્રાયઃ સમગ્ર ભારતવર્ષમાં જોવા મળે છે – એવી પરિસ્થિતિમાં ભારતીય ધર્મોના ઇતિહાસને તે નવા પ્રકાશમાં જોવાનો પ્રારંભ પશ્ચિમી અને ભારતીય વિદ્વાનોએ કર્યો છે અને કેટલાય વિદ્વાનો એ પરિણામ પર પહોંચ્યા છે કે જૈન ધર્મ વૈદિક ધર્મથી સ્વતંત્ર છે, તે તેની શાખા નથી અને ન તો માત્ર તે તેના વિરોધમાં ઊભો થયેલ છે. પ્રાચીન યતિ-મુનિ-શ્રમણ :
મોહન-જો-દરોમાં અને હડપ્પામાં જે ખોદકામ થયું તેના અવશેષોનું અધ્યયન કરીને વિદ્વાનોએ તેની સંસ્કૃતિને સિંધુ સંસ્કૃતિ નામ આપ્યું હતું અને ખોદકામમાં સહુથી નિમ્ન સ્તરમાં મળેલા અવશેષો વૈદિક સંસ્કૃતિથી પણ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો છે એવું પ્રતિપાદન કર્યું હતું. સિંધુ સંસ્કૃતિની જેવી જ સંસ્કૃતિના અવશેષો હવે તો ભારતના અનેક ભાગોમાં મળ્યા છે – તે જોતાં તે પ્રાચીન સંસ્કૃતિનું નામ સિંધુ સંસ્કૃતિ અવ્યાપ્ત બની જાય છે. વૈદિક સંસ્કૃતિ જો ભારત બહારથી આવનારા આર્યોની સંસ્કૃતિ છે તો સિંધુ સંસ્કૃતિનું યથાર્થ નામ ભારતીય સંસ્કૃતિ જ હોઈ શકે.
અનેક સ્થળે થયેલાં ખોદકામમાં જે વિવિધ પ્રકારની મહોરો મળી છે તેમના પર કોઈ ને કોઈ લિપિમાં લખાણ પણ મળ્યું છે. તે લિપિ સંભવિત છે કે ચિત્રલિપિ હોય. પરંતુ દુર્ભાગ્યે તે લિપિનું યથાર્થ વાચન હજી સુધી થઈ શક્યું નથી. એવી સ્થિતિમાં તેની ભાષાના વિષયમાં કંઈ પણ કહેવું સંભવિત નથી અને તે લોકો પોતાના ધર્મને શું કહેતા હતા તે કોઈ લિખિત પ્રમાણ દ્વારા જાણવાનું સંભવિત નથી. પરંતુ જે અન્ય સામગ્રી મળી છે તેના પરથી વિદ્વાનોનું અનુમાન છે કે તે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં યોગનું સ્થાન અવશ્ય હતું. એ તો આપણે સારી રીતે જાણીએ છીએ કે વૈદિક આર્યોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org