________________
અધ્યયન વધ્યું, પશ્ચિમી વિદ્વાનોએ જ તેમનો ભ્રમ દૂર કર્યો અને હવે સમજદાર પશ્ચિમી વિદ્વાનો અને ભારતીય વિદ્વાનો પણ એ ઉચિત જ માને છે કે જૈન ધર્મ એક સ્વતંત્ર ધર્મ છે – તે વૈદિક ધર્મની શાખા નથી. પરંતુ આપણે ત્યાંના કેટલાક અધકચરા વિદ્વાનો હજુ પણ પેલા જૂના પશ્ચિમી વિદ્વાનોનું અનુકરણ કરીને એમ લખી રહ્યા છે કે જૈન ધર્મ તો વૈદિક ધર્મની શાખામાત્ર છે અથવા વેદધર્મના વિરોધમાં ઊભો થયેલો નવો ધર્મ છે. જો કે અમે પ્રાચીનતાના પક્ષપાતી નથી, પ્રાચીન હોવા માત્રથી જ જૈન ધર્મ સારો નથી થઈ જતો પરંતુ જે પરિસ્થિતિ છે તેનું યથાર્થરૂપે નિરૂપણ જરૂરી હોવાથી એમ કહી રહ્યા છીએ કે જૈન ધર્મ વેદના વિરોધમાં ઊભો થયેલ નવો ધર્મ નથી. અન્ય વિદ્વાનોનું અનુસરણ કરીને અમે એમ કહેવા માટે બાધ્ય છીએ કે ભારત બહારના પ્રદેશમાં રહેનાર આર્ય લોકો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે જે ધર્મ સાથે ભારતમાં તેમની ટક્કર થઈ હતી તે ધર્મનું જ વિકસિત રૂપ જૈન ધર્મ છે – આમ હોવું અધિક સંભવિત છે.જો વેદમાંથી જ આ ધર્મનો વિકાસ થયો હોત કે માત્ર વૈદિક ધર્મનો વિરોધ જ કરવાનો હોત તો જેમ અન્ય વૈદિકોએ વેદનું પ્રામાણ્ય માનીને જ વેદવિરોધી વાતોનું પ્રવર્તન કર્યું, જેમ કે ઉપનિષદના ઋષિઓએ, તેવી જ રીતે જૈન ધર્મમાં પણ થાત, પરંતુ આમ થયું નથી. તેઓને તો નાસ્તિક જ ગણવામાં આવ્યા – વેદનિંદક જ ગણવામાં આવ્યા છે – તેમણે વેદપ્રામાણ્ય ક્યારેય સ્વીકૃત કર્યું જ નથી. આવી પરિસ્થિતિમાં તેને વૈદિક ધર્મની શાખા ગણી શકાય નહિ. સત્ય તો તે છે કે વેદને માનનારા આર્યો જેમ જેમ પૂર્વ તરફ આગળ વધે છે તેમ તેમ તેઓ ભૌતિકતાથી દૂર ખસીને આધ્યાત્મિકતામાં અગ્રેસર થતા રહ્યા છે. આમ કેમ થયું? આનાં કારણોની જ્યારે શોધ કરવામાં આવે છે ત્યારે એ જ ફલિત થાય છે કે જેમ જેમ સંસ્કારી પ્રજાના પ્રભાવમાં આવ્યા તેમ તેમ તેમણે પોતાની માન્યતા બદલી છે–એ જ બદલાતી માન્યતાનું ગુંજન ઉપનિષદોની રચનામાં જોઈ શકાય છે. ઉપનિષદોમાં કેટલીક વેદ-માન્યતાઓનો વિરોધ તો છે છતાં પણ તે વેદના અંગો બન્યા અને વેદાંત કહેવાયાં, એ એક બાજુ વેદનો પ્રભાવ અને બીજી બાજુ નવી સૂઝનો સમન્વય જ તો છે. વેદનું અંગ બનીને વેદાંત કહેવાયાં અને એક રીતે વેદનો અંત પણ કરી દીધો. ઉપનિષદો બની ગયા પછી દાર્શનિકોએ વેદને એક બાજુ રાખી ઉપનિષદોના સહારે જ વેદની પ્રતિષ્ઠા વધારવાનું શરૂ કર્યું. વેદભક્તિ રહી પરંતુ નિષ્ઠા તો ઉપનિષદોમાં જ વધી. એક સમય એવો પણ આવ્યો કે વેદનો શબ્દમાત્ર રહી ગયો અને અર્થ નગણ્ય બની ગયો. તેના અર્થનો ઉદ્ધાર મધ્યકાળમાં થયો તે પણ વેદાંતના અર્થને અગ્રસર કરીને જ થયો. આધુનિક સમયમાં પણ દયાનંદ જેવાઓએ પણ એ સાહસ નથી કર્યું કે વેદના મૌલિક હિંસાપ્રધાન અર્થની પ્રતિષ્ઠા કરે. વેદના હાસનું આ કારણ પૂર્વ ભારતની પ્રજાના સંસ્કારોમાં નિહિત છે અને જૈન ધર્મના પ્રવર્તક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org